<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

વિન્‍ડસફિર્ંગમાં ચેમ્‍પિયન છે ૧૧ વર્ષની આ ગુજરાતી ગર્લ

માત્ર ૧૫ મહિનામાં આ સ્‍પોર્ટમાં કુલ ૭ મેડલ જીતી ચૂકેલી નાવ્‍યા કાકુનું સપનું છે ઑલિમ્‍પિક્‍સમાં ભારતનું પ્રતિનિધિત્‍વ કરવાનું

મુંબઈ તા.૯: દક્ષિણ મુંબઈના નેપિયન સી રોડ વિસ્‍તારમાં રહેતી માત્ર ૧૧ વર્ષની ગુજરાતી ગર્લ નાવ્‍યા કાકુ પવન અને પાણી પર આધિપત્‍ય મેળવવાની રમત વિન્‍ડર્સફિંગમાં ચૅમ્‍પિયન છે. સઢવાળા બોર્ડ પર ઊભા રહીને પાણી પર પોતાનું બૅલૅન્‍સિંગ કરીને પવનને કન્‍ટ્રોલ કરવાની રમતને વિન્‍ડર્સફિંગ કહેવાય છે. જે. બી. પેટિટ હાઈ સ્‍કૂલ ફૉર ગર્લ્‍સમાં ભણતી નાવ્‍યાએ આ રમત પ્રત્‍યેના ઝનૂનને કારણે વિન્‍ડર્સફિંગમાં સાત મેડલ જીતી લીધા છે. આટલા મેડલ્‍સ તેણે ૧૫ મહિના જેટલા ઓછા સમયગાળામાં જીતીને દેખાડ્‍યા છે. આ વર્ષે હજી માર્ચ મહિનામાં જ નાવ્‍યાએ ગોવામાં થયેલી ઑલ ઇન્‍ડિયા વિન્‍ડર્સફિંગ ઍન્‍ડ કાઇટર્બોડિંગ ચૅમ્‍પિયનશિપ ૨૦૨૫માં રેસબોર્ડ અન્‍ડર-૧૯ ગર્લ્‍સ કૅટેગરીમાં ગોલ્‍ડ મેડલ જીત્‍યો છે.

નાવ્‍યાની વિન્‍ડર્સફિંગ કરવાની શરૂઆત કઈ રીતે થઈ એ વિશે માહિતી આપતાં તેનાં મમ્‍મી હેતલ કહે છે, ‘પેરન્‍ટ્‍સ તરીકે અમે અમારાં સંતાનોને હંમેશાં કોઈ પણ એક્‍સપેન્‍સિવ વસ્‍તુ ખરીદીને આપવા કરતાં તેમને નવા-નવા એક્‍સ્‍પીરિયન્‍સ કરાવવા પર વધુ ધ્‍યાન આપ્‍યું છે. મને બે દીકરીઓ છે, નાની નાવ્‍યા અને તેનાથી ત્રણ વર્ષ મોટી વિમોક્ષા. હું ગોવાની ગુજરાતી છું. એટલે જ્‍યારે પણ વેકેશન હોય તો અમે ગોવામાં સમય પસાર કરીએ. ગોવામાં ઍક્‍વાસેઇલ નામની કંપની બાળકોને સેફ્‌ટી એરિયામાં સ્‍વતંત્ર રીતે સેઇલિંગ કરતાં એટલે કે સઢવાળી નૌકા ચલાવતાં શીખવે છે, એના માધ્‍યમથી અમે નાવ્‍યા અને વિમોક્ષા બન્નેને સેઇલિંગ કરતાં શીખવાડ્‍યું હતું. એ સમયે નાવ્‍યા ૭ વર્ષની અને વિમોક્ષા ૧૦ વર્ષની હતી.

બીજા વર્ષે ફરી અમે ગોવા ગયેલાં એ સમયે ઍક્‍વાસેઇલમાં વિન્‍ડર્સફિંગ પણ હતું. એ શીખવા માટે બાળકની ઓછામાં ઓછી ઉંમર ૧૧ વર્ષની હોવી જોઈએ. નાવ્‍યાની ઉંમર નાની હતી એટલે અમે મોટી દીકરી વિમોક્ષાની વિન્‍ડર્સફિંગના કોર્સની ફી ભરી દીધી. વિમોક્ષાએ વિન્‍ડર્સફિંગ ટ્રાય કર્યું, પણ જામ્‍યું નહીં. બીજી બાજુ નાવ્‍યાને એ ટ્રાય કરવું હતું. એટલે અમે ત્‍યાં રિક્‍વેસ્‍ટ કરી કે નાવ્‍યાને એક ચાન્‍સ આપવામાં આવે. નાવ્‍યા સ્‍કૂલમાં સ્‍વિમિંગ, રનિંગ, બાસ્‍કેટબૉલમાં ઍક્‍ટિવ હતી એટલે તેના હેન્‍ડ-મસલ્‍સ સ્‍ટ્રૉન્‍ગ હતા, જે વિન્‍ડર્સફિંગમાં સઢને કન્‍ટ્રોલ કરવા માટે ખૂબ જરૂરી છે. નાવ્‍યાએ વિન્‍ડર્સફિંગમાં હાથ અજમાવ્‍યો અને તેને એમાં ખૂબ મજા આવી. તેણે તેની બેઝિક ટ્રેનિંગ પૂરી કરી. એ પછી નક્કી કરી લીધું કે તેને આમાં જ આગળ વધવું છે. એટલે આ સ્‍પોર્ટ તેણે જાતે પસંદ કરી છે.

(11:41 AM IST)