તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
ભારત હવે ઝૂકશે નહીં અને ભારત હવે રોકાશે નહીં
રાઈઝીંગ ભારતમાં PM મોદીનું મહત્વનું નિવેદન

નવી દિલ્હી,તા.૯: પીએમ મોદીએ રાઈઝીંગ ભારત ૨૦૨૫માં સ્પીચ આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે ભારત ઝૂકશે નહીં અને રોકાશે નહીં. આ ૧૦૦ દિવસમાં ભારત ચોથો એવો દેશ બન્યો કે જેણે સેટેલાઈટ્સની ડોકીંગ અને અનડોકીંગ ક્ષમતા હાંસલ કરી. સાથે જ તેમણે કહ્યું કે ભારતે સેમીકન્ડક્ટર સફળ એન્જિનનું પરીક્ષણ કરીને બતાવ્યું. ઉપરાંત તેમણે કહ્યું કે ૧૦૦ ગીગાવોટ ઐતિહાસિક કેપેસિટીનો પડાવ પણ પાર કરી લીધો અને ૧૦૦૦ ચણા કોલસાના ઉત્પાદનનો રેકોર્ડ બનાવ્યો.
વધુમાં તેમણે કહ્યું કે આ ૧૦૦ દિવસમાં કર્મચારીઓ માટે આઠમા પગારપંચને લઈને મહત્વનો નિર્ણય લેવાયો. ખેડૂતો માટે ખાતરમાં સબસિડી વધારવામાં આવી. જેમાં તેમણે જણાવ્યું અન્નદાતાની ચિંતા તે સરકારની પ્રાથમિકતા છે. સાથે જ તેમણે કહ્યું આ ૧૦૦ દિવસમાં દુનિયામાં સૌથી ઊંચી ટનલોમાં એક સોનમર્ગ ટનલ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી છે.
પીએમ મુદ્રા લોન યોજનાને લઈને પણ પીએમ મોદીએ ઘણી મહત્વની વાતો કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે પહેલાના સમયમાં બેંક લોન તો સામાન્ય પરિવાર માટે સપનું હતું. જે લોકો પાસે ગીરવે મૂકવા માટે પહેલા કશું ન હતું તેમને ફાયદો નહોતો થતો પરંતુ હવે મુદ્રા યોજના અંતર્ગત લોકોને ફાયદો છે. મુદ્રા યોજના અંતર્ગત કુલ ૭૨ કરોડ રૂપિયાની મુદ્રા લોન લોકોને આપવામાં આવી છે.
અગાઉની સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે તે લોકોએ ૧૦૦થી વધારે જિલ્લાઓને વિકસિત ન હોવાને કારણે છોડી દીધા હતા. સાથે જ તેમાં વિકાસ કરવાના બદલે ઓફિસરોને સજા તરીકે ત્યાં પોસ્ટિંગ આપવામાં આવતી હતી. જોકે અમારી સરકાર દ્વારા આ જિલ્લાઓના ગ્રોથને મોનિટર કરવામાં આવ્યા અને હાલ આ જિલ્લાઓ ઘણા રાજ્યોના જિલ્લાઓ કરતા સારા છે. ત્યાંના યુવાનોનું હાલ કહેવું છે કે અમે પણ કરી શકીએ છીએ અને અમે પણ આગળ વધી શકીએ છીએ.
વક્ફ બિલને લઈને પણ ચર્ચા કરી અને કહ્યું કે વિપક્ષ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે. જોકે આ રાજનીતિ નવી નથી આના બીજ સ્વતંત્રતા સંગ્રામ સમયે જ નાખવામાં આવ્યા હતા. આપણા પહેલા અને પછી ઘણા દેશો આઝાદ થયા હતા. જેમાં કયા દેશ એવા છે જેનું વિભાજન થયું. માત્ર ભારત સાથે આવું થયું. અલગ દેશનો વિચાર અમુક કટ્ટરપંથીઓનો હતો. તુષ્ટિકરણની આ રાજકારણમાં કોંગ્રેસને સત્તા મળી પણ સામાન્ય મુસલમાનને શું મળ્યું? સમગ્ર મામલે પીએમ મોદીએ દેશની સંસદને એક શાનદાર કાયદો બનાવા અભિનંદન આપ્યા હતા
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
