તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
આકાશમાંથી મોત આવ્યું: ઘરમાં કપડાં ધોઈ રહેલી મહિલા માથે ફણસ પડતા મોત
કેરળના કોઝિકોડ જિલ્લામાંથી એક દુઃખદ મામલો સામે આવ્યો

કોચીતા.૯: કેરળના કોઝિકોડ જિલ્લામાંથી એક દુઃખદ મામલો સામે આવ્યો છે. અહીં થિરુકિલંગડીના ઉન્નિયાલિંગલની રહેવાસી ૫૩ વર્ષિય મિની નામની મહિલાના માથા પર ફણસ પડતા મોત થઈ ગયું. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે મિની પોતાના ઘરે કપડાં ધોઈ રહી હતી. કહેવાય છે કે વોશિંગ મશીન પાસે રાખેલો લાકડાનો ટુકડો અચાનક પડ્યો, જેના કારણે ઝાડ પર લટકી રહેલું ફણસ પણ નીચે પડ્યું અને સીધું મિનીના માથામાં જઈને વાગ્યું.
આ દુર્ઘટના બાદ મિની બેભાન થઈ ગઈ. ઘરના લોકો અને પાડોશી તેમને તાત્કાલિક કોઝિકોડ મેડિકલ કોલેજ હોસ્પિટલે લઈને પહોંચ્યા. ડોક્ટર્સે તેમને ગંભીર હાલતમાં આઈસીયૂમાં દાખલ કર્યા અને સારવાર શરૂ કરી. પણ ફણસના જોરદાર ઘાથી તેમના કરોડરજ્જુ પણ તૂટી ગયા હતા. જેના કારણે તેમની હાલત સતત ખરાબ થવા લાગી.
લગભગ થોડા દિવસ સુધી જિંદગી અને મોત વચ્ચે જંગ ચાલતો રહ્યો અને આખરે મહિલાએ દમ તોડી દીધો. પરિવાર માટે આ સમાચાર ખૂબ જ આઘાતજનક હતા. એક સામાન્ય ઘરેલુ કામ કરતી વખતે આ દુર્ઘટના હવે લોકોની વચ્ચે ચિંતાનો વિષય બનેલો છે. સોશિયલ મીડિયા પર પણ આ સમાચારને લઈને ખૂબ જ ચર્ચા થઈ રહી છે.
મિનીના નિધન પર આખા વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ ગઈ. તેમની પાછળ પતિ ઉન્નીકળષ્ણન અને બે દીકરા નિકેશ અને નિશાંતને મૂકતા ગયા છે. પાડોશી અને સંબંધીઓએ જણાવ્યું કે, મિની એક ખૂબ જ સાદુ જીવન જીવતી, શાંત અને મિલનસાર મહિલા હતી. તેમના જવાથી આખો વિસ્તારના લોકો દુઃખી થયા છે.
આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાએ લોકોને એ વિચારવા મજબૂર કરી દીધા કે કયારેક કયારેક નાની એવી ભૂલ પણ મોટી દુર્ઘટના નોતરે છે. ઘરની આજુબાજુમાં ઝાડની યોગ્ય દેખરેખ, તૂટેલા પાકેલા ફળ સમય રહેતા હટાવી દેવા જોઈએ. ખુલ્લી જગ્યામાં સાવધાની રાખવી જોઈએ. મિનીનું મોત આપણા સૌ માટે પણ ધડો લેવા જેવો કિસ્સો છે.(૩૮.૧૧)
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
