તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
જે રોડ મે બનાવ્યો તેના પર જ મને મેમો મળ્યોઃ બે વખત રૂા.૫૦૦ ભર્યા
નીતિન ગડકરીએ ખુલ્લા મને સ્વીકાર્યુ

નવી દિલ્હી તા.૯: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે જે રોડ તેમણે બનાવ્યો હતો, તે જ રોડ પર તેમનો ચલાણ કાપવામાં આવ્યો. મંગળવારે CNN-News૧૮ ના કાર્યક્રમ રાઇઝિંગ ભારત સમિટમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખુલાસો કર્યો કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બાંદ્રા-વર્લી સી લિંક પર બે વાર ?૫૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમણે ફફૂરૂત૧૮ ઈન્ડિયાના કિશોર અજવાણી સાથે વાત કરતા કહ્યું, મેં તેની ચુકવણી પણ કરી છે.ૅ તેઓ એ વાત પર ભાર મૂકતા હતા કે નિયમો બધા માટે સમાન છે. તેમણે એ પણ જણાવ્યું કે, તેમનું સપનું દરરોજ ૧૦૦ કિમી હાઇવે બનાવવાનું છે.
નીતિન ગડકરીએ રોડ અકસ્માત અંગે પણ પોતાની વાત રાખી. તેમણે કહ્યું કે, અકસ્માતોને રોકવા માટે માનવ વર્તનમાં ફેરફાર સૌથી મહત્વપૂર્ણ છે. તેમણે એ પણ કહ્યું કે, રોડ અકસ્માતોમાં સૌથી વધુ મોત હેલ્મેટ ન પહેરવાના કારણે થાય છે. શું એવું થઈ શકે છે કે ટુ-વ્હીલર બનાવતી કંપનીઓ વાહન ખરીદી વખતે પોતાના ગ્રાહકોને હેલ્મેટ પણ આપે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે તેઓ આ અંગે તપાસ કરશે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એ પણ કહ્યું કે, પેટ્રોલ-ડીઝલ સિવાય કોઈ પણ કાર ખરીદો. તેમણે કહ્યું કે ફ્લેક્સ એન્જિન, ઇલેક્ટ્રિક અને હાઇડ્રોજન કારો ભવિષ્ય છે અને તેમણે પોતે એક હાઇડ્રોજન કાર ખરીદી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે તેઓ યોગ્ય રીતે કામ ન કરનારા કોન્ટ્રાક્ટરો સાથે કડકાઈથી કામ લે છે. તેમણે કહ્યું કે જે કોન્ટ્રાક્ટરો યોગ્ય રીતે કામ નથી કરતા, તેમને ઠપકો આપવામાં આવે છે. તેમણે કહ્યું કે સ્પીડ બ્રેકરથી સ્લિપ ડિસ્કની સમસ્યા થઈ શકે છે અને સ્પીડ ચેક કરવા માટે નવો કલર કોડ આવી રહ્યો છે.(૩૮.૧૩)
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
