<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

એશિયા બાદ હવે યુરોપના શેરબજારના છોતરા કાઢી નાખ્યા :રોકાણકારોના અબજો ડોલર ડૂબ્યા

યુરોપિયન શેરબજારો ખુલતાની માહોલ યુરોપિયન સ્ટોક્સ 600 ઇન્ડેક્સ શરૂઆતના સમયે 6% ઘટ્યો:.શરૂઆતના વેપારમાં જર્મનીનો DAX ઇન્ડેક્સ 9.5% ઘટ્યો

નવી દિલ્હી :7 એપ્રિલ 2025 ના રોજ એટલે કે સોમવારના રોજ યુરોપિયન શેરબજારો ખુલતાની સાથે જ મોટા પાયે વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ નિયમો બાદ વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ હવે વધુ ઘેરી બનતી દેખાય છે. યુરોપિયન બજારોમાં હવે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

યુરોપિયન સ્ટોક્સ 600 ઇન્ડેક્સ શરૂઆતના સમયે 6% ઘટ્યો હતો.શરૂઆતના વેપારમાં જર્મનીનો DAX ઇન્ડેક્સ 9.5% ઘટ્યો હતો.ગયા અઠવાડિયે જ સ્ટોક્સ 600 ઇન્ડેક્સ 8.4% ઘટ્યો હતો, જે છેલ્લા 5 વર્ષમાં સૌથી ખરાબ સપ્તાહ હતું.

ટ્રમ્પે પારસ્પરિક ટેરિફની સંપૂર્ણ યાદી જાહેર કરી છે, જેનાથી રોકાણકારોને ભારે આંચકો લાગ્યો છે. અમેરિકાના મુખ્ય વ્યાપારીક ભાગીદારો તરફથી આવતા માલ પર ભારે ડ્યુટી લાદવામાં આવી છે. ચીને પણ બદલો લીધો છે અને અમેરિકી માલ પર 34% ટેરિફ લાદી દીધો છે.

ગયા અઠવાડિયાના અંતમાં અમેરિકાના શેરબજારમાં ભારે કડાકો બોલાયો. મેગ્નિફિસન્ટ સેવન (એપલ, માઇક્રોસોફ્ટ, ગૂગલ, એમેઝોન, ટેસ્લા, એનવીડિયા, મેટા) જેવી દિગ્ગજ કંપનીઓનું બજાર મૂડીકરણ એક દિવસમાં 1 ટ્રિલિયન ડોલરથી વધુ ઘટ્યું છે. એશિયન બજારોમાં પણ વેચવાલી ચાલુ રહી. ચીન, વિયેતનામ (46% ટેરિફ), કંબોડિયા (49%) અને શ્રીલંકા (44%) જેવા દેશો પર પણ ભારે ડ્યુટી લાદવામાં આવી છે.

(8:39 PM IST)