<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

૯ મહિનામાં પહેલી વાર CNGના ભાવમાં રૂ.૧-૩નો વધારો

ઇન્‍દ્રપ્રસ્‍થ ગેસ લિમિટેડ (IGL) એ CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ.૧-૩નો વધારો કર્યો છે. દિલ્‍હીમાં સીએનજી રૂ.૧/કિલો મોંઘુ થયું છે, જ્‍યારે અન્‍ય શહેરો (જેમ કે નોઈડા, ગાઝિયાબાદ)માં તેમાં રૂ.૩/કિલોનો વધારો થયો છે : હવે બીજી કંપનીઓ પણ ભાવ વધારે તેવી શક્‍યતા

ઇન્‍દ્રપ્રસ્‍થ ગેસ લિમિટેડ (IGL) એ CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ.૧-૩ નો વધારો કર્યો છે. દિલ્‍હીમાં સીએનજી રૂ.૧/કિલો મોંઘુ થયું છે, જ્‍યારે અન્‍ય શહેરો (જેમ કે નોઈડા, ગાઝિયાબાદ) માં રૂ.૩/કિલોનો વધારો જોવા મળ્‍યો છે. જૂન ૨૦૨૪ પછી દિલ્‍હીમાં આ પહેલો CNG ભાવ વધારો છે. IGL ના કુલ CNG વેચાણમાં દિલ્‍હીનો હિસ્‍સો ૭૦% છે, જ્‍યારે બાકીનો ૩૦% અન્‍ય શહેરોમાંથી આવે છે.

શેરબજારમાં સુનામીને કારણે, IGL ૪.૩૧ ટકા ઘટીને રૂ. ૧૮૯ પર આવી ગયો છે. જેફરીઝ (બ્રોકરેજ ફર્મ) અનુસાર, રૂ.૨/કિલોનો વધારો IGL ના માર્જિનને સ્‍થિર રાખી શકે છે. IGL અને MGL (મુંબઈ ગેસ) ના શેર હજુ પણ તેમના અગાઉના ટોચના સ્‍તરથી ૩૦-૩૩% નીચે છે.

IGL ની નવી કિંમત

દિલ્‍હીઃ રૂ.૭૬.૦૯/કિલો

નોઈડા/ગાઝિયાબાદઃ રૂ.૮૪.૭૦/કિલો

મુઝફ્‌ફરનગર રૂ. ૮૬.૦૮/- પ્રતિ કિલો

મેરઠ રૂ. ૮૬.૦૮/- પ્રતિ કિલો

શામલી રૂ. ૮૬.૦૮/- પ્રતિ કિલો

ગુરુગ્રામ રૂ. ૮૩.૧૨/- પ્રતિ કિલો

રેવાડી રૂ. ૮૩.૭૦/- પ્રતિ કિલો

કરનાલ રૂ. ૮૪.૪૩/- પ્રતિ કિલો

કૈથલ રૂ. ૮૪.૪૩/- પ્રતિ કિલો

કાનપુર રૂ. ૮૮.૯૨/- પ્રતિ કિલો

હમીરપુર રૂ. ૮૮.૯૨/- પ્રતિ કિલો

ફતેહપુર રૂ. ૮૮.૯૨/- પ્રતિ કિલો

અજમેર રૂ. ૮૬.૯૪/- પ્રતિ કિલો

પાલી રૂ. ૮૬.૯૪/- પ્રતિ કિલો

રાજસમંદ રૂ. ૮૬.૯૪/- પ્રતિ કિલો

મહોબા રૂ. ૮૪.૯૨/- પ્રતિ કિલો

બંદા રૂ. ૮૪.૯૨/- પ્રતિ કિલો

ચિત્રકોટ રૂ. ૮૪.૯૨/- પ્રતિ કિલો

હાપુર રૂ. ૮૬.૭૦/- પ્રતિ કિલો

ગૌતમ બુદ્ધ રૂ. ૮૪.૭૦/- પ્રતિ કિલો

નવેમ્‍બર ૨૦૨૪ માં, IGL એ દિલ્‍હી સિવાય અન્‍ય શહેરોમાં CNG મોંઘુ કર્યું હતું. તાજેતરમાં સરકારે ગેસના ભાવમાં ૪%નો વધારો કર્યો છે. એપ્રિલ-સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ માટે APM ગેસનો ભાવ ઼૬.૭૫ પ્રતિ ળળBtu નક્કી કરવામાં આવ્‍યો છે (અગાઉ ઼૬.૫ હતો). કિરીટ પરીખ સમિતિની ભલામણો અનુસાર, એપ્રિલ ૨૦૨૩ પછી APM ગેસના ભાવમાં આ પહેલો વધારો છે.(૪૦.૧૬)

(11:21 AM IST)