તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
જામનગર નજીક ફાઈટર પ્લેન ક્રેશ :સુવરડા ગામની સીમમાં પ્લેન તૂટી પડ્યું : એક પાયલોટ નું મોત એક ગંભીર , સ્થાનિક તંત્ર , પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે :જુઓ વિડીયો
પ્લેન ક્રેશ થતાં પ્લેના ટૂકડા થઈ ગયા : દુર્ઘટનાને પગલે દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા

જામનગરમાં ફાઈટર પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. જામનગરના સુવરડા ગામની સીમમાં ફાઈટર પ્લેન ક્રેશ થતાં ભારે દોડધામ મચી જવા પામી છે. પ્લેન ક્રેશ થતાં પ્લેના ટૂકડા થઈ ગયા હતા અને દુર્ઘટનાને પગલે દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા .સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર, ફાયર વિભાગ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી પહોંચ્યો છે.દરમિયાન એક પાયલોટને બચાવી લેવાયા છે
ઘટનાને લઈને સ્થળ પર લોકોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. પ્લેન ક્રેશ થવાને કારણે મોટા પ્રમાણમાં આગ ફેલાઈ કે લોકો દોડીને સ્થળ પર પહોચ્યા હતા. આ પ્લેન ક્રેશની ઘટના હાલ જામનગર સહિત રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.
ગામની સીમમાં પ્લેન ધડાકાભેર ક્રેશ થયું અને પ્લેન ક્રેશ થતાની સાથે જ વિકરાળ આગ ફેલાઈ હતી. જેમા આ આગને કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડતા નજરે પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ કલેક્ટર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોચી ગયા હતા. બીજી તરફ ગામની સીમમાં પ્લેન ક્રેશ થતાની સાથે ગામમાં દોડધામ મચી ઉઠી હતી અને લોકો સ્થળ પરવ પહોચ્યા હતા
સમગ્ર મામલે જામનગર એસપી દ્વારા માહિતી આપવામાં આવી છે, કે આ ફાઈટર પ્લેનમાં 2 પાયલટ હાજર હતા. પ્લેન ક્રેશ થયા બાદ પ્લેનનાં ટુકડે ટુકડા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ તંત્ર પણ તુરંત ઘટના સ્થળ પર પહોચ્યું હતું. જોકે બીજી તરફ આ ઘટનાને લઈને ગામના લોકો પણ તુરંત સ્થળ આ ઘટના સ્થળ પર પહોચ્યા હતા.
(મુકુંદ બદિયાણી, જામનગર)
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
