<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

રેસિપ્રોકલ ટેરિફ લાગૂ થવાની ચિંતા વચ્ચે સોનાના ભાવ 94,150ની સૌથી ઊંચી સપાટીએ સ્થિર વલણ

કાલે કિંમત રૂપિયા 2,000 ઉછળી આજે દિલ્હી ખાતે ચાંદીનો કિલો દીઠ ભાવ રપિયા 1,000 ઘટી રૂપિયા 1,01,500 રહ્યો

નવી દિલ્હી :અમેરિકા તરફથી રેસિપ્રોકલ ટેરિફ લાદવાને લગી ચિંતા વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભવ રૂપિયા 94,150ની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ સ્થિર રહ્યા છે.

ગઈકાલે કિંમત રૂપિયા 2,000 ઉછળી હતી. આજે દિલ્હી ખાતે ચાંદીનો કિલો દીઠ ભાવ રપિયા 1,000 ઘટી રૂપિયા 1,01,500 રહ્યો છે.

બજારના સૂત્રોના જણાવ્યા પ્રમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત વિવિધ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત પૂર્વે ભાવ એકંદરે ઊંચા મથાળે સ્થિર રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજરમાં ઔંસદીઠ સોનનો ભાવ 0.11 ટકા વધી 3,116.86 ડોલર થયા છે. જ્યારે ચાંદનો ઔંસ દીઠ ભાવ 33.87 ડોલર રહ્યા છે.

અમેરિકાના પ્રાઈવેટ સેક્ટરની નોકરીના આંકડાની જાહેરાતની પણ રાહ જોવામાં આવી રહી છે. આ દરમિયાન અમદાવાદ ખાતે ચાંદીના ભાવ સ્થિર રહ્યા છે જ્યારે સોનાની કિંમતમાં મામૂલી ઘટાડો થયો છે.

અમદાવાદ કિલો દીઠ ચાંદીનો ભાવ રૂપિયા 99,500 રહ્યા હતા. જ્યારે અમદાવાદ સોનુ (99.9) રૂપિયા 200 ઘટી રૂપિયા 93,800 જયારે અમદાવાદ સોનું (99.5)નો 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 200 ગગડી રૂપિયા 93,500 રહ્યો હતો.

(7:06 PM IST)