News of Wednesday, 2nd April 2025
સૂફી કાઉન્સીલ બિલનું સમર્થન કરે છે, જ્યારે અન્ય જૂથો વિરોધમાં મુંબઈ
વકફ બિલ બાબતે મુસ્લીમો વિભાજીત

આજે લોકસભામાં રજૂ થનાર વકફ (સંશોધન) બિલ પહેલા રાજકીય તણાવ વધી રહયો છે. સૂફી સંગઠનોએ પ્રસ્તાપિત કાયદાકીય સુધારાઓને સમર્થન આપ્યું છે.
આ બિલને ઓલ ઈન્ડીયા સૂફી સજજાદનશીન કાઉન્સીલના અધ્યક્ષ અને અજમેરના ૧૩મી સદીના ખ્વાજા મોઈનુહીન ચિશ્તીની દરગાહના આધ્યાત્મિક વડાના પુત્ર સૈયદ નસીરૂદીન ચિશ્તીનું સમર્થન મળ્યું છે.
ચિશ્તીએ કહયું, હું માનુ છું કે આ બિલ વકફ ટ્રસ્ટના સંચાલનમાં પારદર્શિતા લાવશે અને ટ્રસ્ટના વહીવટને મજબૂત બનાવશે.
સંશોધિત બિલમાં મુસ્લીમ મહિલાઓ અને બિલ-મુસ્લીમોનું પ્રતિનિધીત્વ સુનિશ્ચીત કરવા માટે કેન્દ્રિય વકફ કાઉન્સીલ અને રાજય વકફ બોર્ડના પુનર્ગઠનની જોગવાઈ છે. આ બિલમાં વોહરા અને આગાખાન જેવા શિયા પેરાસંપ્રદાયો માટે અલગ બોર્ડની સ્થાપનાનો પણ પ્રસ્તાવ છે. આ બિલ કલમ ૪૦ને છોડી દે છે, જે વકફ બોર્ડને તરીકે પ્રોપર્ટીનો દાવો કરવાની સર્વોચ્ચ સત્તા આપે છે.
સૂફી ઈસ્લામિક બોર્ડે કહયું કે આ સંશોધનથી આવી અમર્યાદિત શકિતઓનો અંત આવશે. સૂફી ઈસ્લામિક બોર્ડના પ્રમુખ મન્સૂર ખાને કહયું, તાજેતરમાં વકફ બોર્ડે તમિલનાડુના એક આખા ગામને વકફ સંપતિતરીકે દાવો કર્યો છે. ગામમાં ૭૫૦ વર્ષ જૂનું મંદિર પણ છે. એટલે આવી સત્તાઓ જો સંશોધિત કાયદામાં હટાવી દેવાય તો તેમાં કશું ખોટું નથી.
કેટલાક મુસ્લીમ જૂથો અને વિપક્ષોએ આ બિલનો વિરોધ કર્યો છે અને મુસ્લિમ ધાર્મિક સંપતિઓ પર સરકાર અંકુશ મેળવવા માંગતી હોવાનો આક્ષેપ કર્યો છે. નુલ બજારમાં મુંબઈની ઐતિહાસિક હાંડી વાલી મસ્જીદ ખાતે ગઈ કાલે યોજાયેલ સભામાં મુસ્લીમ ધાર્મિક નેતાઓએ ભારપુર્વક જણાવ્યું હતું કે વકફ મિલ્કતો તેમના પૂર્વજોના વારસાનું પ્રતિનિધીત્વ કરે છે. હાંડીવાલી મસ્જીદના ઈમામ અને ઈસ્લામિક વિદ્વાન મૌલાના એજાઝ અહમદકાશ્મીરીએ કહયું, વકફ સંપતિની સુરક્ષા કરવી અમારી ફરજ છે. અમે તેના માટે કોઈ પણ સબિલદાન આપવા તૈયાર છીએ. (રર.૧૧)
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
