News of Wednesday, 2nd April 2025
લો બોલોᅠ! હવે ફ્લાઈટમાં પણ સીટ માટે મારામારી
૩૦,૦૦૦ ફૂટની ઊંચાઈ પર ઊડતા સમયે બે મુસાફરો વચ્ચે સીટ પર બેસવાનો વિવાદ શરૂ થયો હતો. આ ઝઘડો એટલો વધ્યો કે તે મારામારીમાં ફેરવાઈ ગયા

મેલબોર્ન તા.૨: સોશિયલ મીડિયાના આ સમયમાં વિડીયો વાયરલ થવા ખૂબ જ સામાન્ય વાત બની ગઈ છે. બીજી એક સારી વાત એ છે કે દુનિયાના કોઈ પણ ખૂણામાં બનેલી ઘટનાઓ આપણા સુધી આંગળીના ટેરવે પહોંચી જાય છે. આવી જ એક ઘટના પ્લેનમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. ઘટના અંગેની માહિતીની જો વાત કરીએ તો, થોડા દિવસો પહેલા મેલબોર્નથી બાલી જતી જેટસ્ટારની ફ્લાઇટમાં આ ઘટના બની હતી. જેના કારણે મુસાફરોના શ્વાસ ઉંચો થઈ ગયો હતો. આ વિમાનમાં ૩૦,૦૦૦ ફૂટની ઊંચાઈ પર ઊડતા સમયે બે મુસાફરો વચ્ચે સીટ પર બેસવાનો વિવાદ શરૂ થયો હતો. આ ઝઘડો એટલો વધ્યો કે તે મારામારીમાં ફેરવાઈ ગયો.
એક મુસાફર ગુસ્સે ભરાઈ ગયો અને બાજુની સીટ પર બેઠેલા વ્યક્તિ સાથે મારામારી કરવાનો પ્રયાસ કરવા લાગ્યો. પરિણામે, બીજા મુસાફરે તેને રોકવા માટે ઝઘડો ન વધે તેવા પ્રયાસો કરવા લાગ્યા. તેમ છતાં, ગુસ્સાથી ભરેલા બંને મુસાફરો એકબીજાને ગાળો આપતા રહ્યા.
આ પરિસ્થિતિને ઝડપથી સંભાળવા માટે, જેટસ્ટારની ફ્લાઇટ ક્રૂએ દખલ કરી અને ક્રૂના સભ્યોએ પરિસ્થિતિ શાંત કરી. એરલાઇને આ અંગે નિવેદન જાહેર કર્યું કે તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે અને આવા વર્તન માટે તેમની એરલાઇનમાં કોઈ સ્થાન નથી. આ સમગ્ર ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને ઘણા લોકો આ પરિસ્થિતિને જોઈને ગુસ્સે થયા છે
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
