તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
ક્ષમા કરવું એ આ સંસારમાં સૌથી મોટું આભૂષણ છેઃ પૂ. જીગ્નેશદાદા
પૂર્ણેન્દુ સુંદર મુખ અરવિંદ નેત્રા કૃષ્ણ કિમ પિત્વ મહમ ન જાને ધ્યાન મૂલમ ગુરૂ મૂર્તિ : ૨૧/૫ થી ૨૭/૫ આસો મહિનાની નવરાત્રી ચોટીલામાં કથા છે. : પરિક્ષિત મહારાજના પૂર્વ જન્મના પ્રસંગ સાથે મધુરશૈલીમાં કથાનું વર્ણન : શ્રીમદ્ ભાગવત કથામાં નૃસિંહ અવતારના પ્રસંગની ઉજવણી કરવામાં આવીઃ પરમાત્મા અકારણ કરૂણા વર્ષાવે છે. : શ્વાસને તમે બહાર કાઢી શકશો કે નહી એની આપણને ખબર નથી અને શ્વાસ બહાર કાઢ્યા પછી નવો શ્વાસ તમે અંદર ભરી શકશો કે નહી એની ખબર નથી માટે સતત ભગવાન નારાયણની સ્મૃતિમાં જીવન જીવો : કદાચ હું એન્જિનિયર બન્યો હોત તો મશીન બનાવતો હોત અત્યારે માણસ બનાવું છું.

રાજકોટ લોહાણા મહાજન આયોજીત વિશ્વ વિખ્યાત ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને રેસકોર્ષ, રાજકોટ ખાતે પવિત્ર ૧૦૮ શ્રીમદ ભાગવત સપ્તાહનું અલૌકિક- જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર ભાગવત સપ્તાહના ત્રીજા દિવસે અકિલા પરિવારના મોભી, જ્ઞાતિ શ્રેષ્ઠીશ્રી કિરીટભાઇ ગણાત્રા, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, રાજકોટના ધારાસભ્યો શ્રીમતિ દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઇ ટીલાળા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઇ દવે, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન શ્રી જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડકશ્રી મનિષભાઇ રાડીયા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિક્રમભાઇ પુજારા, આર.સી.સી. બેન્કના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પરસોતમભાઇ પીપરીયા, પ્રદેશ ભાજપ અગ્રણીશ્રી નિતિનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ ઉપપ્રમુખ ડો.ચેતનભાઇ લાલસેતા, શહેર ભાજપ ડોકટર સેલના પ્રમુખ ડો. પીયુષભાઇ ઉનડકટ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઇ મીરાણી, કોર્પોરેટરશ્રી હિરેનભાઇ ખીમાણીયા, અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખશ્રી જીતુભાઇ લાલ, સરગમ કલબના પ્રમુખશ્રી ગુણુભાઇ ડેલાવાળા, વટાલીયા પ્રજાપતિ સમાજના અગ્રણી શ્રી મનસુખભાઇ ધંધુકીયા, ભાજપ અગ્રણીશ્રી દિનેશભાઇ કારીયા સહિતના રઘુવંશી ટી ગ્રુપના સભ્યો, ગોંડલ રામજી મંદિરના મહંતશ્રી જયરામદાસજી મહારાજ રાજકોટના એ.સી.પી. રાધિકાબેન ભારાઇ શ્રીમતિ સીમાબેન રાજદેવ રાજકોટના વરિષ્ઠ ધારાશાષાીઓશ્રી ડી.જી. શાહ શ્રી જી.કે. ભટ્ટ, જયદેવભાઇ શુકલ, પ્રવિણભાઇ કોટેચા, પિયુષભાઇ શાહ, કમલેશભાઇ શાહ, કેતનભાઇ શાહ, દિપકભાઇ અંતાણી, પ્રફુલભાઇ વસાણી, નામાંકીત ડોકટર્સ-અગ્રણીઓ ડો. પ્રકાશભાઇ મોઢા, ડો. તેજસભાઇ મોતીવરસ, ડો. ત્રિશાંતભાઇ ચોટાઇ, ડો. દિગ્વીજયસિંહ જાડેજા, ડો. તેજસભાઇ કરમટા, ડો. કૌશિકભાઇ પટેલ, ડો. વિશાલભાઇ મોઢા, ડો. ચેતનભાઇ હિન્ડોચા, ડો. દેવયાનીબેન હિન્ડોચા, ડો. મયંકભાઇ ઠક્કર, ડો. રિધ્ધિશભાઇ તન્ના સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને પૂણ્યનું ભાથું બાંધ્યું હતું જે તસ્વીરમાં નજરે પડે છે. અકિલા પરિવારના શ્રીમતિ કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, શ્રીમતિ ધારાબેન નાગ્રેચા, શ્રીમતિ સ્મિતાબેન રાયચુરા, શ્રીમતિ નીનાબેન ચગ, શ્રીમતિ હર્ષાબેન ચગ પવિત્ર ભાગવત કથામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઠાકોરજીની અલૌકીક આરતીનો પણ લ્હાવો લીધો હતો. શ્રીમતિ વંદનાબેન ભારદ્વાજ સાથે જોડાયા હતા જે દશ્યમાન થાય છે. પોતાની આગવી શૈલીમાં બિરાજતા પૂ. જીગ્નેશદાદા સ્મિત સાથે નજરે પડે છે. રાધાકૃષ્ણની આકર્ષક વેશભૂષા સાથે બાળકો તસ્વીરમાં નજરે પડે છે. સૌ મહાનુભાવોના સ્વાગત દરમ્યાન સ્વાગત કક્ષામાં રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ શ્રીમતિ રીટાબેન કોટક, ધવલભાઇ કારીયા, શ્રી હરિશભાઇ લાખાણી, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્ખર, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ધવલભાઇ ખખ્ખર, શૈલેષભાઇ પાબારી, મહાજન યુથ વિંગના અગ્રણી એડવોકેટ જયભારત ધામેચા વિગેરે હાજર રહ્યા હતા જે તસ્વીરમાં જોઇ શકાય છે.
રાજકોટ તા. ૨: રાજકોટ લોહાણા મહાજન દ્વારા વિખ્યાત ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે પવિત્ર ૧૦૮ શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય-દિવ્ય આયોજન તા. ૫ એપ્રિલ, ૨૦૨૫ સુધી કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના ગામે-ગામથી સેંકડો વૈષ્ણવો, સનાતનીઓ જાજરમાન કથાનો લાભ લેવા આવી રહ્યા છે.
રાજકોટમાં બહુજન હિતાય બહુજન સુખાયના ઉદ્દેશ્યથી શરૂ થયેલી શ્રીમદ્ ભાગવત કથાના ત્રીજા દિવસે ભાગવતાચાર્ય જીગ્નેશદાદાએ ત્રીજા નોરતાના મહિમાનું વર્ણન કરી કથાની શરૂઆત કરી હતી અને પરિક્ષિત મહારાજના પૂર્વ જન્મના પ્રસંગ સાથે મધુરશૈલીમાં કથાનું વર્ણન કર્યું હતું. તેમજ શ્રીમદ્ ભાગવતમાં મહાભારતની એક એક કથા જણાવી હતી. બીજા દિવસના અંતે કરેલી ભીમસેનની ગદાથી દુર્યોધનની જાંદ્યો કેમ તૂટી તે વાતથી શરૂઆત કરી સમગ્ર પ્રસંગનું વર્ણન કર્યું હતું. આ ઉપરાંત શ્રીમદ્ ભાગવત કથામાં ક્ષમા કરવું એ આ સંસારમાં સૌથી મોટું આભૂષણ ગણાવી તમામ લોકોની ભૂલને માફ કરવી જોઇએ અને સાથે સાથે સધ્ય મુક્તિ અને ક્રમ મુક્તિ શું છે તે સમજાવતા તેમણે કહ્યું હતું કે, એક જ જન્મમાં કોઇ સત્કાર્ય કે સત્સંગ કરી મુક્તિ મળે તેને સધ્ય મુક્તિ અને એક જન્મ, બીજા જન્મમાં કરેલા કર્મથી જે મુક્તિ મળે તેને ક્રમ મુક્તિ કહેવાય છે. તેમજ કલીના ૪ સ્થાનની વાત કરી હતી. અંતમાં સતત ભગવાન નારાયણની સ્મૃતિમાં જીવન જીવો અને દરેકે દરેક શ્વાસમાં પરમાત્માનંદને યાદ કરો તેવું જણાવ્યું હતું. આ ઉપરાંત શ્રીમદ્ ભાગવત કથામાં નૃસિંહ અવતારના પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી.
ત્રીજા દિવસની કથાનો પ્રારંભ કરતાં પૂ. જીગ્નેશદાદાએ ભગવાન ભાગવતજીના ચરણોમાં, માત પિતા ગુરુદેવના ચરણોમાં જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ ચેતનાને પ્રણામ આપ સૌને જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે રાધે રાધે રાધે કરી કથાપ્રારંભ કર્યો હતો. ૧૮ હજાર શ્લોકોનું પારાયણ કરી રહેલા દરેક પૂજનીય બ્રાહ્મણો, આપ સૌ વડીલ માત પિતા, સમાજનું વિરલ વ્યક્તિત્વ એવા આપણા સૌના વડીલ આપણા સૌના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, પરષોત્તમભાઈ પીપળીયા, આ કથાનું કેમ કરીને લોકો વધારે લાભ લઈ શકે સવારે ઉઠે અને સાંજે સુવે ત્યાં સુધી સતત આ કથાના વિચારો સાથે જોડાયેલા રહે એવા આપણા સમાજના પ્રમુખ શ્રી રાજુભાઈ પોબારુ આપણા આ સમાજના કારોબારી પ્રમુખ શ્રી ડોક્ટર નિશાંતભાઈ ચોટાઈ આ બંનેની આખી ટીમ આપ સૌ વડીલ માતા પિતાઓ તેમજ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના માધ્યમથી આ જ્ઞાન ગંગામાં અવગાહન કરી રહેલા દરેક વાલા વૈષ્ણવોનું આ દિવ્ય મનોરથના નિમિત માત્ર મનોરથી બનવાનું જેને જે જેને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એવા આ કથાના મુખ્ય મનોરથી શેઠ શ્રી જયંતીલાલ ગોવિંદજી કુંડલિયા પરિવાર અને તેમજ આ કથામાં તન મન અને ધનથી જેણે પણ પોતાની સેવા આપી છે એ બધા જ પરિવારો આજના દિવસે આપ સૌનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરી આપ સૌને પરિવારના વ્યાસપીઠથી જાજા કરીને બધાયને જય દ્વારકાધીશ કર્યા હતા.
ભગવાન ઠાકોરજીને પ્રાર્થના કરું આજે ત્રીજું નોરતું છે માં જગદંબાને પ્રાર્થના કરું કે તમને બધાયને જીવનના છેલ્લા શ્વાસ સુધી બસ આમને આમ આનંદમાં રાખે. ઠાકોરજી આજે ત્રીજું નોરતું છે સનાતનના આપણા હિન્દુ ધર્મમાં ચાર નવરાત્રીઓમાં અને એક દિવ્ય નવરાત્રી ચૈત્રી નવરાત્રી. ભગવાન મર્યાદા પુરુષોતમ રામે જેનું અનુષ્ઠાન કર્યું એ દેવી ભાગવત. સીતાજીના વિયોગમાં એમણે પણ દેવી ભાગવતની કથા સાંભળી વસુદેવજી મહારાજ ભગવાન કૃષ્ણ જયારે જામવનની સાથે યુદ્ધ કરતા હતા અને એ સમયે સમાચાર મળ્યા વસુદેવજી મહારાજને કે આવી દ્યટના દ્યટી છે. શોકમાં ગરકાવ થયા અને દેવર્ષી નારદે કહ્યું કે પુત્રની પ્રાપ્તિ કરવી હોય તો માં જગદંબાનો યજ્ઞ કરો અને માં અંબાનો એ નવ દિવસનો યજ્ઞ કર્યો અને ભગવાન કૃષ્ણ જાંબવતીજીને સાથે લઈ અને ફરી પાછા આવ્યા એવી આ દિવ્ય નવરાત્રી. પાંચ તારીખ સુધી આપણી આ કથા અહીંયા ચાલવાની ૨૧/૫ થી ૨૭/૫ ફરી પાછી રાજકોટમાં કથા છે અને અહીંયાથી ચોટીલા બહુ દૂર નથી આસો મહિનાની નવરાત્રી ચોટીલામાં કથા છે. દેવી ભાગવતની નવ દિવસ માના ગુણાનુવાદ ગાવા માટે ચોટીલામાં આપણે સૌ મળીશું અને વિક્રમ સવંત ૨૦૦૦ અને ૮૨ નવું વર્ષ એ નવા વર્ષનું બીજી કથા રાજકોટમાં છે પાછી એટલે તમને બધાને જયાં જયાં પણ અનુકૂળ આવે ત્યાં ત્યાં તમે લોકો કથા માટે આવજો.
પૂ.જીગ્નેશદાદાએ મહાભારતનો એ દિવ્યકાળ પરીક્ષિતના જન્મ પૂર્વની કથા વર્ણવી હતી. ખાલી ભાગવત રામાયણ અને શિવકથા જ પર્યાપ્ત નહીં મહાભારત જેવા ગ્રંથોમાં ક્યારેક જાઓ તો ખબર પડશે કે શું લખ્યું છે ગ્રંથોમાં મહાભારતમાં એક લાખ શ્લોકો છે આ તો હવે ૧૮ પર્વનું મહાભારત બન્યું. ૧૮ અધ્યાયના ગીતાજી બન્યા ૧૮૦૦૦ શ્લોકોનું ભાગવત રચાયું. એક ગ્રંથમાં લખ્યું છે કે જયારે મહાભારતની રચના થઈ ત્યારે સો પર્વ હતા હવે ૧૮ પર્વ થયા છે. એક લાખ શ્લોકો બનાવ્યા હશે. વિચાર કરો એટલા દિવ્ય ગ્રંથો લખ્યા છે ભગવાન વ્યાસે. ભગવાનની સૌથી મોટી જો આપણને કોઈ ભેટ હોય આ સંસારમાં તો આ શાષાોની ભેટ આ સંસારમાં આપણને ભગવાને બહુ મોટી ભેટ આપી છે.
મહાભારત આ બહુ મોટો ઉપદેશ આપે છે કે જીવનમાં સમજયા વગરનું કોઈ કાર્ય ન કરશો. પણ આપણી ઉપાધિ જે છે પહેલા કામ કરી નાખીએ અને પછી સોફામાં બેઠા બેઠા માથું ખંજવાળે કે હવે આનું શું થાય? પહેલા વિચારી લો કે મારા આ કામથી શું થશે અને વાલા વૈષ્ણવો ભગવાનની સાક્ષીએ એટલો ડર રાખવો કે હું મારું સારું કરવા જાઉં છું એમાં કદાચ કોઈનું ખરાબ તો નથી થઈ જતું ને? અને જો કોઈનું ખરાબ થતું હોય તો પોતાનું સારું થવાની ઈચ્છા છોડી દેશો તો ઠાકોરજી ગમે તે રીતે તમારું સારું કરવા માટે તૈયાર થઈ જશે. હું બીજાનું ખરાબ ન થવા દઉં મારું સારું કરવાની ભાવનામાં હું બીજાનું ખરાબ ન કરું આવી તમારી જો માનસિક સ્થિતિ હશે આવી તમારી વિચારધારા હશે તો ભગવાન રાજી થશે પણ આપણી તો પ્રાર્થના એક જ હોય ભગવાનને હે ભગવાન સૌનું સારું કરજો પણ શરૂઆત મારાથી કરજો. આ દુનિયા માં તાળું ગમે તેટલું મોટું લઈ આવો પણ ચાવી તો કનૈયાના નામની જ રાખજો. ખુલી જાય બધા તાળા ગમે તેવો મોટો લોક આવે પણ કૃષ્ણના નામની ચાવી હશે તો ખુલી જ જાશે સંશય નથી.
ભિષ્મનો પ્રસંગ વર્ણવતા પૂ.જીગ્નેશદાદા કહે છે, કુરુક્ષેત્રના મેદાનમાં બાણસૈયા ઉપર પડેલા દાદા ભીષ્મને દર્શન દેવા માટે થઈને ભગવાન ઠાકોરજી રોકાય છે. ભગવાને પોતાનું આપેલું વચન યાદ આવી ગયું કે મેં દાદાને વચન આપ્યું છે. દાદાને વચન કયું આપ્યું એકવાર કુરુક્ષેત્રના મેદાનમાં જયારે યુદ્ધ ચાલતું હતું અને દુર્યોધને દાદા ભીષ્મને મેણું માર્યું આ ભીષ્મની કથામાંથી એક ઉપદેશ બહુ મોટો લેવા જેવો છે વાલા વૈષ્ણવો કે પરમાત્મા પાસે કશું માંગવાનો વારો આવે તો આપણે શું માંગવું જોઈએ પ્રભુ પાસે શું માંગી શકાય એ તો બધું જ દેનારા છે અકારણ કરુણા વર્ણાલય છે કારણ હોય અને કોઈ કરુણા કરે તો એ સામાન્ય છે આપણી પાસેથી કશી અપેક્ષા હોય ભવિષ્યમાં અને આપણને મદદ કરે તો એ સામાન્ય છે પણ જેને આપણી પાસેથી કશું જોતું જ નથી ક્યારેય અને છતાં આપણને મદદ કરે એ અસામાન્ય કરુણા છે. વાલા ભક્તજનો પરમાત્મા અકારણ કરુણા વર્સાવે છે.
ભીષ્મના પ્રસંગમાં દાદાએ જણાવ્યું હતું કે, આ દુનિયામાં પરમાત્માથી સુંદર છે કોણ અને વાલા વૈષ્ણવો એક વાત યાદ રાખજો કે કોઈનું રૂપ સ્વરૂપ સારું હોય કોઈની સંપતિ સારી હોય તો એમાં બહુ ફસાઈ ન જાવું કારણ કેસ્ત્રીઓને એક વાત પહેલા હોય કે મારો દ્યરવાળો હેન્ડસમ હોવો જોઈએ પછી ભલે એ બેન્ડ વળી જાતો હોય પણ હેન્ડસમ હોવો જોઈએ. થોડોક દેખાવડો ન હોય તો ચાલશે. દેખાવડો નહીં હોય તો ચાલશે પણ એનો સ્વભાવ સારો હોવો જોઈએ અને આ દુનિયામાં સ્વભાવ જો કોઈનો સારો હોય તો સૌથી સારો સ્વભાવ ભગવાન ઠાકોરજીનો છે.
ભગવાનનો જેનો સ્વભાવ છે આ દુનિયામાં સૌથી સારો સ્વભાવ એ છે કે આપણી ભૂલોને ભૂલી જનારો છે. કોઈ આપણાથી ભૂલ થાય અને આપણી ભૂલ આપણે જેની કરી છે ભૂલ એ માણસ ભૂલ ભૂલી જાય એ સૌથી મોટો માણસ છે. આ સંસારનો કોઈ તમારો ગુનો કરે દંડને પાત્ર ગુનો હોય છતાં પણ તમે એને દંડ આપો એ મહાનતા નથી. દંડને લાયક હોવા છતાં તમે એને માફ કરી દયો ને એ તમારી મહાનતા છે. ક્ષમા વિરસ્ય ભૂષણ ક્ષમા કરી દેવું એ મોટામાં મોટું ભૂષણ છે આ સંસારનું.
દાદાએ જણાવ્યું કે, બે વાત ભગવાન સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને સંબોધીને કીધી કે રાજા તારો પ્રશ્ન બહુ સારો છે કારણ તારો પ્રશ્ન કેવલ તારા માટે નથી તારો પ્રશ્ન આ સંસારના બધા જીવ માટે છે કે જેનું મરણ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ? હવે આપણામાં અને પરીક્ષિતમાં તફાવત કેટલો છે ખબર છે? પરીક્ષિતનું મૃત્યુ સાતમે દિવસે હતું અને આપણું મૃત્યુ સાત દિવસમાં છે એની આવરદા સાત દિવસથી બંધાઈ ગઈ છે. આપણી નક્કી નથી ક્યારે વયા જાશું એટલે ભગવાન સુખદેવે કહ્યું, નારાયણ સ્મૃતિ. તમે સતત ભગવાન નારાયણની સ્મૃતિમાં જીવન જીવો કારણ શ્વાસ અંદર લઈ ગયા છો એ શ્વાસને તમે બહાર કાઢી શકશો કે નહીં એની આપણને ખબર નથી અને શ્વાસ બહાર કાઢ્યા પછી નવો શ્વાસ તમે અંદર ભરી શકશો કે નહીં એની ખબર નથી માટે દરેકે દરેક શ્વાસમાં પરમાત્માને યાદ કરતા રહો અને આ વાત તમને ન સમજાય તો તળપદી ભાષામાં સમજો. કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થાશે જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થાશે. ક્યારે વયા જાશો એનો કોઈ ભરોસો નથી માટે કહું છું કાલ કરે સો આજ કર આજ કરે સો અબ. રામાયણની વાત આપણને બધાને ખબર છે કે મહારાજ દશરથે નક્કી કર્યું કે આવતી કાલ અમારે રામને રાજા બનાવવો છે અને એ અયોધ્યાની ગાદી રામ રાજા બને એના માટે ૧૪ વર્ષ સુધી રાહ જોવી પડી કેમ કે વચ્ચે આવરણ આવી ગયા. આપણે બધા આવું જ કહેતા હોય કે મારે તો કાલ કથામાં જાવું છે. કારણ કે કાલે નંદ ઉત્સવ છે કાલે તો અહીંયા આ રાજકોટમાં આ રંગીલું રાજકોટ ભગવાનની કથાના નશાથી નશીલું રાજકોટ બનવાનું છે.
કાલે તમને બે વાત મારે કહી દેવી છે કે એક તો કાલે પીળા કપડા પહેરીને આવજો. આજ જે પીળા પહેરીને આવ્યા છો એ પાછા સાંજે ધોઈ નાખજો સવારે પાછા પહેરીને આવજો પણ કાલે પીળા પહેરીને આવજો અને બીજું કાલે બપોરે બરાબરનું જમીને આવજો કારણ કે કાલે આઠ વાગે કથા પૂરી થવાની નથી કાલે તો રાત્રે કેટલા વાગ્યા સુધી કથા ચાલશે એનો કોઈ ભરોસો નહીં. તમને ભૂખ લાગે તો જમી આવવાનું પાછું આવીને બેસી જવાનું જમીને વહી આવવાનું પાછું અહીં જમવાનું ચાલુ જ છે બહાર ચાય મળે છે બહુ બગાસા આવતા હોય તો ચા પી આવવાની પાછું અહીં બેસી જવાનું અને જયારે ચા પીવા જાવ ત્યારે ખુરશી હારે લઈને જાજો નહિંતર તમે આવશો તો ખુરશી નહીં હોય. તમને સારો વિચાર આવી આજને આજ જ અમલમાં મૂકી દો. દ્યણા લોકોએ વિચાર્યું હોય અમારે તો નંદ ઉત્સવ આવે ને તેદી કથામાં જાવું છે.તો આગળના ત્રણ દિવસ દ્યરમાં કઈ કામ ન હોય એટલું બધું કે અહીંયા આવી ન શકે પણ તોય નંદ ઉત્સવની રાહે હોય અને પછી દ્યટના એવી દ્યટે કે અહીંયા નંદ ઉત્સવનો દિવસ આવે અને એની દ્યરે મહેમાન આવે એટલે કહું છું કાલની ખબર નથી આજનો લાભ લઈ લો.
પૂ. જીગ્નેશદાદાએ મુક્તિ વિશે વાત કરતા કહ્યું કે, પૃથ્વીના સર્જનની કથા બે વિસ્તારો ન કરતા પરમાત્માના વિરાટ સ્વરૂપ અને મુક્તિની બે વાતો સધ્ય મુક્તિ અને ક્રમ મુક્તિ બે પ્રકારની મુક્તિ આ સંસારમાં છે. એમાં મનુષ્ય અવતારમાં જન્મ મળ્યા પછી ભગવાનનું એટલું ભજન કર્યું કે સિદ્ધિ ભગવાને મુક્તિ આપી એ સઘો મુક્તિ અને પછી આ જીવનમાં માં ઘણા બધા એવા કામ કર્યા કે બીજી ત્રીજી યોનિમાં થતાં થતાં અંતે મુક્તિ મળી તો એ ક્રમ મુક્તિ છે. બે પ્રકારની મુક્તિની વાતો સુખદેવજી મહારાજે બતાવી ભગવાને ચતુશ્લોકી ભાગવતજી પોતાના મુખારવિંદમાંથી પ્રગટ કર્યું અને બ્રહ્માને સંભળાયું એ ચાર શ્લોકોનું ભાગવત એ ચતુશ્લોકી ભાગવતની વાત સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવે છે. ભગવાને બહુ સ્પષ્ટતા સાથે કીધું કે બધે તો છું પણ સર્વદા પણ છું આજ છું અને કાલ નથી એવું નહીં આજે છું કાલે છું પૃથ્વી નહોતી ત્યારે પણ હતો આ પૃથ્વી છે ત્યારે પણ હું છું અને પૃથ્વી નહીં હોય ત્યારે પણ બ્રહ્મ રહેવાના છે. આ સંસારમાં માણસે ભવસાગરમાંથી છૂટવા શું કરવું જોઈએ ભગવાને કીધું માં આ સંસારમાંથી છૂટવા માટે એકમાત્ર સાધન છે સત્સંગ કરો.
કાલ સવારે આઠ વાગે હું જલારામ બાપાના દર્શન કરવા જવાનો છું તમે સૌ મારી સાથે આવજો. કાલે વીરપુર દર્શન કરવા જવું છે અને તમને કહીશ તો આનંદ થશે કદાચ આ ઠાકોરજીએ એન્જિનિયર બનાવત કારણ કે હું ૨૦૦૪ માં એરોનોટિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો પણ મારા બાપુજી રિક્ષા ચલાવતા હતા એટલે મારી છેલ્લા વર્ષની ફી ન ભરી શક્યા એટલે મારું એન્જિનિયરિંગ છૂટી ગયું અને પછી હું દ્વારકા ભણવા ગયો પણ મને એવું લાગે છે કે મારું એન્જિનિયર થવાનું સપનું ભગવાને ભલે અધૂરું રાખ્યું ન પૂરું થયું તો વાંધો નથી અને કદાચ એન્જિનિયર બન્યો હોત તો મશીન બનાવતો હોત અત્યારે માણસ બનાવું છું. ભગવાનની કથા ગાવાનો અવસર મને એટલા માટે મળ્યો છે કે જયારે મારી માના ઉદરમાં હતો ત્યારે મારા માં જલારામ વીરપુરમાં મારા મામાને ત્યાં હતા અને મારા માંએ કદાચ જલારામ બાપાની ખીચડી ખાધી હશે. એટલે કદાચ આ ગુણો આવ્યા હશે. મારો જન્મ જલારામ વીરપુરમાં થયો છે. એટલે આવતી કાલ સવારે આઠ વાગે જલાબાપાના દર્શન જવાનું છે.
તથાસ્તુ વિદ્યાપીઠમાં બિરાજતા ભગવાન રાધાકૃષ્ણદેવની પ્રતિમા છે આ એના વિગ્રહો છે. નિત્ય ભગવાનને શિંગાર થાય છે. આવા કરોડો રૂપિયાના ખર્ચે એક એક માણસ એક એક બિલ્ડીંગ દાનમાં આપી છે અને દર વર્ષે ફાગણસુદ બીજના દિવસે દરેક જ્ઞાતિની કોઈપણ દીકરી હોય અને બાપુજી ધામમાં ગયા હોય અથવા તો એની સ્થિતિ સાવ ખરાબ હોય અને કર્યાવર થઈ શકે એવી સ્થિતિ ન હોય એવી ૨૧ દીકરીઓના દર વર્ષે ત્યાં કન્યાદાન થઈ રહ્યા છે. તથાસ્તુ વિદ્યાપીઠમાં જયારે ભગવાનનો પાટોત્સવ હોય પ્રતિષ્ઠાનો દિવસ હોય એ પાટોત્સવના દિવસે દીકરીઓનું કન્યાદાન થાય છે. આજની તારીખે મારો પરિવાર અમદાવાદમાં હજી ભાડાના મકાનમાં જ રહીએ છીએ. ઘરનું મકાન નથી મારું ત્યાં પણ તથાસ્તુ વિદ્યાપીઠ છે. એના માટે લાખો લોકો સહયોગ કરી રહ્યા છે અને મારો એક જ સંકલ્પ છે કે સમાજનો નાનામાં નાનો માણસ પણ તથાસ્તુ વિદ્યાપીઠ સાથે જોડાય આપ સૌને પણ પ્રાર્થના છે. આપ સૌને હૃદયનું આમંત્રણ છે કે જયારે જયારે અનુકૂળતા આવે ત્યારે ત્યારે આપ તથાસ્તુમાં આવી અને એ બાળકોને તમારો પ્રેમ અને લાગણીની હુંફ આપી જાજો.
પંચમહાભૂતના ખોળિયામાં તમે ક્યારેય મોહ ન પામશો કારણ કે આ તો ૨૪ તત્વોનું શરીર છે પંચમહાભૂત પાંચ તનમાત્રા પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય મન બુદ્ધિ ચિત અને અહંકાર આ ૨૪ તત્વોનું શરીર છે એટલે આમાં તમે ક્યારેય પણ મોહ ન રાખશો તમે પ્રભુનું ભજન કરજો અને સૌથી અગત્યની વાત કરાવી કે માં આ જીવે ગર્ભમાં ભગવાનને પ્રાર્થના કરી હતી કે હે ભગવાન તમે મને અહીંથી છોડાવોને તો હું જિંદગીમાં તમને ક્યારેય ભૂલીશ નહીં.(૩૮.૨૬)
અકિલા ન્યુઝ ડોટ કોમ તથા રાધે રાધે
યુ-ટયુબ ચેનલ ઉપર પૂ. જીગ્નેશદાદાની ભાગવત સપ્તાહનો લ્હાવો લો
રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ રાજકોટના વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે ૫ એપ્રિલ, ૨૦૨૫ સુધી યોજાયેલ છે. જેમાં ફેઇસબુક ઉપર અકિલા ન્યુઝ ડોટ કોમ akilanews.com તથા ‘રાધે રાધે' યુ-ટયુબ ચેનલ - મોક્ષ ટીવી ઉપર પૂ. જીગ્નેશદાદાની પવિત્ર ૧૦૮ શ્રીમદ્ ભાગવત સપ્તાહનો લ્હાવો લઇ પુણ્યનું ભાથું બાંધી શકાય છે. વિશ્વના લાખો લોકો ઘરબેઠા ભાગવત કથાનું શ્રવણ કરી રહ્યા છે. (૯.૧૭)
ગાદી માટે આટલું બધું લડવું જ હતું તમારે તો પછી સાધુ થયા જ હું કામ?
સનાતન ધર્મ વિશે દાદાએ જણાવ્યું કે, એક સમય એવો હતો કે જેમાં યુદ્ધમાં પણ ધર્મ હતો અને સમય આજે એટલો પરિવર્તિત થઈ ગયો કે આજે ધર્મમાં યુદ્ધ આવી ગયું છે. એક સમય હતો યુદ્ધમાં ધર્મ હતો અને આજે ધર્મમાં યુદ્ધ આવી ગયું. અમે આ સંપ્રદાયના.. અમે આ સંપ્રદાયના.. અમે આ સંપ્રદાયના.. વાલા ભક્તજનો રાજકોટની કથામાં મારે કહેવું છે કે, ડાળીઓ ગમે તેટલી દૂર જાય ડાળીઓમાંથી બીજી ડાળીઓ ફૂટે પણ એક વાત યાદ રાખવું કે થડ સનાતનનું જ રહેવાનું છે એમાં સંશય નથી. ડાળીઓને આનંદ કરવો જોઈએ કે અમારું થડ સનાતન છે અમે સનાતનના આશ્રિતો છીએ. અને સનાતન એટલો બધો કાચો નથી કઈ તૂટી જાય અત્યારે ધર્મમાં યુદ્ધ આવી ગયા છે મને તો એ જ ન સમજાય કે ગાદી માટે આટલું બધું લડવું જ હતું તમારે તો પછી સાધુ થયા જ હું કામ? જો તમારે તમારી સતાા માટે જ લડવું હતું તો પછી દ્યરમાં રહેવાય શું કામ સાધુ થવું જોઈએ. સાધુ થવાનો અર્થ છે સંસારની વાસનાનો અંત લાવ્યો જેને સંસારની કોઈ વાસના જ નથી. બસ આ શરીરને ટકાવવા માટે ભોજન મળે આ શરીરને રહેવા માટે કોઈપણ જગ્યાએ નાનું સ્થાન મળે અને બાકીનો બધો સમય પરમાત્માના ભજન માટે આપણને મળે એના માટે આપણે સાધુ થયા છીએ. એના માટે આપણે સન્યાસ લીધો છે. ખેર એને છોડો આપણું કામ નથી.(૩૮.૨૮)
વનમાળીએ પાંડવોની માળી બની મદદ કરી
પૂ. જીગ્નેશદાદાએ મહાભારતનો પ્રસંગ વર્ણવતા જણાવ્યું કે, ભીમના હાથથી દુર્યોધનની જાંઘો તૂટે, દુર્યોધનનું એકેય અંગ તૂટે એવું હતું નહીં. એના માટે સૌથી પહેલી વાત હતી કે દુર્યોધનની માં ગાંધારી પોતાના પતિની સેવા માટે આંખે પાટા બાંધી અને પોતાના પતિ નહોતા જોઈ શકતા તો હું પણ નહીં જોવું તેમ પતિની સેવામાં પરાયણ રહેનારીસ્ત્રીએ વર્ષોથી પોતાની દ્રષ્ટિ કોઈના ઉપર નાખી નહોતી એટલે દ્રષ્ટિમાં એટલી તાકાત ભરી છે. તો ગાંધારીએ દુર્યોધનને કહ્યું કે બેટા તું આવતી કાલે યુદ્ધમાં જાય એના પહેલા મારી પાસે આવજે અને તું જયારે આવે ત્યારે નિર્વષા બનીને આવજે દુર્યોધન કહે છે કે માં આ તમે શું કહો છો? નિર્વષા થઈને આવું? હા.. શું કામ.? તો કહે છે કે મેં તારા પિતાજીની સેવામાં આટલા વર્ષોથી મારી આંખો કોઈના ઉપર મૂકી નથી મેં આંખોનું તેજ ક્યાંય ફાલવ્યું નથી અને મને એમ લાગે છે કે મારી આંખોનું આટલા વર્ષોથી ભેગું કરેલું આ તેજ જેના ઉપર પણ પડશે એ પાષાણ જેવું બની જશે. એટલે તું અહીંયા આવીશ તો હું તારા શરીર ઉપર મારી પ્રથમ દ્રષ્ટિ નાખીશ તો તારા શરીર ઉપર મારી દ્રષ્ટિ પડશે તારું શરીર પાષાણ જેવું થશે. પછી કોઈના પણ શષા પ્રહાર તારા ઉપર અસર નહીં કરી શકે. તું મારી પાસે આવજે. સવાર થયું અને દુર્યોધન માના કક્ષમાં જવા માટે નીકળે છે. માનો મહેલ બાજુમાં હતો અને વચ્ચે બરાબર નાનો એવો બગીચો હતો. બગીચામાં એક માળી કાકા ઊભા હતા. એમણે આ રાજકુમારને જોઈને કીધું અરે રાજકુમાર આ શું છે? બધું નિર્વષા થઈને? અરે હા.. માં એ બોલાવ્યો છે. માં એ મને કહ્યું છે કે તમે નિર્વષા થઈને આવજો. માળી કહે, માફ કરો રાજકુમાર મારે તમને કંઈ સલાહ ન દેવાય પણ તમારે આમ જવું ઉચિત નથી. માં તો વાત્સલ્યની મૂર્તિ છે એટલે એ તો બોલે પણ આપણે ન જવું જોઈએ. આવી રીતનું આપ વષા પહેરીને જાવ. દુર્યોધન કહે, અરે પણ માં એ ના પાડી છે. અને હવે પાછો વષા પહેરવા જાવ અને માં પાસે જાવ તો મારું યુદ્ધમાં જવાનું મોડું થઈ જાય. માળી કહે, એક કામ કરો, વષા પહેરવા ન જવાય તો કાંઈ નહીં લો આ કેળનું પાન છે કમરથી નીચેના ભાગમાં કમર પર આ કેળનું પાન વીટી લો અને પછી જાઓ. કેળનું પાન વીટી અને દુર્યોધન જાય છે. માં ગાંધારીને વંદન કર્યા એટલે ગાંધારીએ કહ્યું કે બેટા આવી ગયો. હા માં આવી ગયો.. ગાંધારીને હતું કે મેં કહ્યું છે કે મારો દીકરો એ જ રીતે આવ્યો હશે એટલે પોતાની આંખની પટ્ટીઓ ખોલી અને મસ્તકથી લઈ અને આમ એની નજર કરતાં આવે બધું શરીર પાષાણું થતું ગયું અને એમાં બરાબર કમરથી નીચેનો જાંગનો ભાગ જોયો તો કેળના પાન વીટાળેલા હતા. એટલે ગાંધારીએ કીધું કે આ શું છે? આ શું છે તને નિર્વષા થઈને આવવાનું કીધું ને તું આ કપડા અહીંયા આ પાન વીટીને આવ્યો છે? દુર્યોધને કહ્યું કે. માં હું તો નિર્વષા થઈને જ આવતો હતો પણ બગીચામાં પહોંચ્યો ત્યાં એક માળી કાકા હતા એટલે માળી કાકાએ મને કહ્યું કે તમે આમ ક્યાં જાવ છો મેં એને કહ્યું માં પાસે તો એને મને એવી વાત સમજાવી અને આ કેળનું પાન પહેરી લીધું. ગાંધારીના મનમાં બતી થઈ ગઈ અને દુર્યોધનને કીધું કે દુર્યોધન તું ભૂલ ખાઈ ગયો એ માળી કાકો નહોતો એ પોતે વનમાળી હતો. એ વનમાળી પોતે તને આ પહેરાવી ગયો. હવે તમને સમજાય છે જો પાંડવોના પક્ષમાં ભગવાન ન હોય તો પાંડવોની દશા શું થાય? આ કેવળ કૃષ્ણ કૃપા થઈ છે. કૃષ્ણમ સદા સહાયતે. જયાં જયાં ભગવાન કૃષ્ણએ સહાયતા કરી છે ત્યાં ત્યાં પાંડવો વિજય પામ્યા છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
