તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
સોનાના ભાવમાં અફડાતફડી : ટોચેથી ૧૦૦૦ રૂા. ઘટયા બાદ આજે ફરી વધ્યા
ગઇકાલે ૯૪,૩૦૦ની ટોચની સપાટી બનાવ્યા બાદ ઘટીને ૯૩,૩૦૦ થયા બાદ આજે બપોરે ફરી ભાવ ૯૪,૦૦૦ રૂા. થઇ ગયા

રાજકોટ, તા., ૨ : અમેરીકાના પ્રમુખ ટ્રમ્પની ટેરીફ નીતીના પગલે સોનાના ભાવમાં ભારે અફડાતફડી બોલી ગઇ છે. ગઇકાલે સોનાના ભાવએ ૯૪,૩૦૦ની ટોચની સપાટી બનાવ્યા બાદ ૧૦૦૦ રૂા. ઘટી ગયા હતા. જો કે આજે ફરી ભાવો વધી જતા સોનાના ભાવો ૯૪,૦ં૦૦ થઇ ગયા હતા.
બુલીયન માર્કેટમાં ટ્રમ્પમાં ટેરીફ નીતીના પગલે ગઇકાલે સોનાના ભાવએ ૯૪,૩૦૦ રૂા.ની ઐતિહાસિક સપાટી સર કરી હતી. જો કે મોડી રાત્રીએ સોનાના ભાવમાં ઘટાડો થતા એક તબક્કે સોનાના ભાવ ઘટીને ૯૩,૩૦૦ રૂા. થઇ ગયા હતા. બાદમાં આજે સવારે ફરીથી સોનાના ભાવમાં વધારો થયો હતો. બપોરે ર વાગ્યે સોનાના ભાવ પુનઃ ૯૪,૦૦૦ રૂા. થઇ ગયા હતા. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૯,૪૦,૦૦૦ રૂા. થયા છે.
સાંજ સુધીમાં સોનાના ભાવમાં વધુ એક વાર નવી ઐતિહાસિક સપાટી જોવા મળે તો નવાઇ નહિ તેમ ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
