<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

ઘાયલોને બચાવવા ગયેલ ૧૫ પેલેસ્ટીયન ડોકટરોની ઇઝરાયલ સેના દ્વારા હત્યા

સંયુકત રાષ્ટ્રનો આક્ષેપઃ ઇમરજન્સી ટીમના લોકો અને વાહનો ઉપર તબીબી નિશાનો હોવા છતા હુમલો : તેલ અલ- સુલ્તાન જિલ્લામાં બચાવ ટુકડી ગુમ થયેલઃ ઇઝરાયલ લશ્કરે બુલડોઝરથી ઍમ્બ્યુલન્સ તથા ડોકટરોને દફનાવ્યા હોવાનો દાવો


નવી દિલ્હી તા.રઃ યુઍનઍ ઇઝરાયેલી સૈનિકો પર દક્ષિણ ગાઝામાં ૧૫ પેલેસ્ટિનિયન તબીબી સ્ટાફના લોકોની હત્યા કરવાનો આરોપ મૂક્યો હતો. યુઍનનો દાવો છે કે, પેલેસ્ટાઇઍ આ તમામ તબીબી સ્ટાફને કબરમાં દફનાવ્યા હતા. આ વિસ્તારમાં ક્ષતિગ્રસ્ત ઍમ્બ્યુલન્સો પણ મળી આવી હતી. ઍવો આરોપ છે કે ઇઝરાયેલી લશ્કરી બુલડોઝરોઍ ઍમ્બ્યુલન્સ અને ડોકટરોના મૃતદેહને કચડી નાખ્યા હતા.
સયુંકત રાષ્ટ્ર મુજબ ૧૮ મહિના પહેલા ગાઝામાં યુદ્ધ શરૂ થયું ત્યારથી ઇઝરાયેલે ૧૦૦થી વધુ નાગરિક સુરક્ષા કર્મચારીઓ અને ૧૦૦૦થી વધુ આરોગ્ય કર્મચારીઓને મારી નાખ્યા છે.
પેલેસ્ટિનિયનોના વિશાળ ટોળાઍ ગાઝામાં નાસેર હોસ્પિટલની બહાર મૃત ડોકટરો અને ઇમરજન્સી કર્મચારીઓને દફનાવ્યા હતા. પેલેસ્ટિનિયન રેડ ક્રેસેન્ટે આરોપ લગાવ્યો હતો કે કામદારો અને તેમના વાહનો પર સ્પષ્ટપણે તબીબી નિશાનો હતા. આમ છતાં ઇઝરાયેલી સૈનિકોઍ તેમને નિર્દયતાથી મોતને ઘાટ ઉતાર્યા હતા. જો કે, ઇઝરાયલી સેનાઍ કહ્નાં કે તેમણે અજાણ્યા શંકાસ્પદ વાહનો પર ગોળીબાર કર્યો હતો.
મૃતકોમાં આઠ રેડ ક્રેસન્ટ કર્મચારી, ગાઝાના નાગરિક સુરક્ષા ઇમરજન્સી યુનિટના ૬ સભ્ય અને પેલેસ્ટિનિયનો માટે સંયુક્ત રાષ્ટ્ર ઍજન્સીના ઍક કર્મચારીનો સમાવેશ થાય છે. ઇન્ટરનેશનલ રેડ ક્રોસ/રેડ ક્રેસેન્ટે જણાવ્યું હતું કે આ આઠ વર્ષમાં તેના કર્મચારીઓ પરનો સૌથી ઘાતક હુમલો હતો.
ઇઝરાયલી દળોઍ ૨૩ માર્ચે રફાહના તેલ અલ-સુલતાન જિલ્લામાં આક્રમણ શરૂ કર્યું હતું. હુમલામાં ઘાયલ થયેલા લોકોને બહાર કાઢવા માટે પહોચેલી ઇમરજન્સી ટીમો ગુમ થઈ હતી. સેનાઍ કહ્નાં હતું કે હમાસના આતંકવાદીઓ અહીં છુપાયેલા છે. તે જ સમયે નાગરિક સંરક્ષણે ઍલર્ટ આપ્યું હતું કે વિસ્થાપિત પેલેસ્ટિનિયનોઍ આ વિસ્તારમાં આશ્રય લીધો હતો, જેમના પર ઇઝરાયેલી સેનાઍ હુમલો કર્યો હતો. ઇમરજન્સી ટીમ તેમને બચાવવા માટે ત્યાં પહોંચી ત્યારે ઇઝરાયલી સૈનિકોઍ તેમને ઘેર્યા હતા.(૨.૧૯)

(2:37 PM IST)