તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
અનંત અંબાણીએ મરઘાની ગાડી ખરીદી લઇને જીવ બચાવી લીધા
શ્રી દ્વારકાધીશ ભગવાનની પદયાત્રા દરમિયાન જીવદયાનું કાર્યઃ મરઘાના માલિકને રૂપિયા આપી દેવા સુચના આપી

(મુકુંદ બદીયાણી- કૌશલ સવજાણી દ્વારા) જામનગર-ખંભાળીયા તા.રઃ અંબાણી પરિવાર ઘણીવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. આ દિવસોમાં અંબાણી પરિવાર IPLમાં વ્યસ્ત છે. તાજેતરમાં અંબાણી પરિવારની પુત્રવધૂઓ, શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે રમાયેલી મેચનો આનંદ માણતી અને તેમની ટીમને ટેકો આપતી જોવા મળી હતી. એક તરફ અંબાણી પરિવાર IPLમાં વ્યસ્ત છે, ત્યારે બીજી બાજુ અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણી દ્વારકાની પદયાત્રા પર નીકળ્યા છે. અનંત અંબાણી જામનગરથી દ્વારકા લગભગ ૧૪૦ કિલોમીટર પગપાળા જઈ રહ્યો છે. આ દરમિયાન અનંત અંબાણીનો એક વીડિયો ખૂબ જ ચર્ચામાં છે, જેમાં તેના હાથમાં મરઘી જોવા મળી રહી છે.
અનંત અંબાણીની પદયાત્રાને પાંચ દિવસ પુરા થઈ ગયા છે અને તેઓ ઘણા કિલોમીટર ચાલી લીધું છે. આ દરમિયાન તે રસ્તામાં આવતા મોટા મંદિરોની પણ મુલાકાત લઈ રહ્યો છે. અનંત ચાલીને દ્વારકાધીશ મંદિર જઈ રહ્યો છે. આ દરમિયાન અનંત અંબાણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે કતલખાને જતી મરઘીઓને બચાવતો જોવા મળ્યો હતો.
વીડિયોમાં અનંત અંબાણી હાથમાં મરઘી પકડીને ઉભેલો દેખાય છે અને તેમની બાજુમાં એક મોટું પાંજરું જોઈ શકાય છે, જેમાં સેંકડો મરઘીઓ પુરાયેલી છે. સુરક્ષાથી ઘેરાયેલા, અનંત અંબાણી કોઈને મરઘીઓને બચાવવા અને બચાવેલા પ્રાણીઓ સાથે રાખવાની સૂચના આપતા જોવા મળે છે. આ સાથે તેમણે તે વ્યક્તિને મરઘીઓના માલિકને પૈસા આપવા પણ કહ્યું હતું, જેથી તેમને આના કારણે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
અનંત અંબાણીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેમની દયાળુતા જોઈને લોકો તેમના વખાણ કરી રહ્યા છે. ગમે તે હોય, અનંત અંબાણીનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. પ્રાણીઓ અને પક્ષીઓના સંરક્ષણ અને અનંત અંબાણીના પ્રાણીઓ પ્રત્યેના પ્રેમને ધ્યાનમાં રાખીને અંબાણી પરિવારે ગુજરાતમાં એક વન્યજીવન સંરક્ષણ કેન્દ્ર પણ સ્થાપ્યું છે, જ્યાં તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મુલાકાત લીધી હતી.
અનંત અંબાણીની પદયાત્રા વિશે વાત કરીએ તો યાત્રાના પાંચમા દિવસે તેઓ વડત્રા ગામ નજીક સ્થિત વિશ્વનાથ વેદ સંસ્કળત પાઠશાળા પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્થાપક મગનભાઈ રાજગુરુના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા. તેમણે આ યાત્રા ૨૮ માર્ચે શરૂ કરી હતી અને ૧૦ એપ્રિલે તેમના જન્મદિવસે દ્વારકા પહોંચવાની યોજના બનાવી રહ્યા છે. લોકોને કોઈ અસુવિધા ન થાય તે માટે, તેઓ રાત્રે મુસાફરી કરી રહ્યા છે.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
