તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
મોટા ઉપાડે બોયફ્રેન્ડ સાથે પત્નીના લગ્ન કરાવ્યા, ચાર જ દિવસમાં થાકી ગયોઃ પગે પડી પત્નીને પાછી લઈ આવ્યો
યુવકની હાલત જોઈ નવી વહુની સાસુને દયા આવી અને તેણે તેમના દીકરાની વહુને પાછી તેના પહેલા પતિ સાથે મોકલવાની મંજૂરી આપી દીધી

સંતકબીરનગર તા.૨: ઉત્તર પ્રદેશના સંતકબીર નગર જિલ્લામાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ૨૫ માર્ચના રોજ ધનઘટા વિસ્તારના કટરા જોત ગામના એક યુવકે પોતાની પત્નીના લગ્ન પ્રેમી સાથે કરાવી દીધા. ચાર દિવસ બાદ આ અજીબોગરીબ કહાનીમાં ટ્વિસ્ટ આવ્યું. યુવક પત્નીના નવા સાસરિયે પહોંચ્યો અને પત્નીને પાછી લાવવા માટે હાથ જોડી વિનંતી કરવા લાગ્યો. યુવકની હાલત જોઈ નવી વહુની સાસુને દયા આવી અને તેણે તેમના દીકરાની વહુને પાછી તેના પહેલા પતિ સાથે મોકલવાની મંજૂરી આપી દીધી.
આ અનોખી લવ સ્ટોરી સંત કબીર નગરના ખલીલાબાદથી લગભગ ૩૦ કિમી દૂર આવેલા કટરા જોત ગામની છે. તાજેતરમાં બબલૂએ પોતાની પત્ની રાધિકાના લગ્ન તેના પ્રેમી વિકાસ સાથે કરાવી દીધા હતા. પતિની દરિયાદિલી ખૂબ જ વાયરલ થઈ હતી. વિકાસ ઈ રિક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરે છે. ૨૦૧૭માં બબલૂના લગ્ન ગોરખપુરમાં રહેતી રાધિકા સાથે ધૂમધામથી થયા હતા. તેમને બે બાળકો પણ છે.
૨૦૨૧માં બબલૂની પત્ની પાડોશમાં રહેતા વિકાસના સંપર્કમાં આવી ગઈ. બંનેનું ઘર ૧૦૦ મીટર જ દૂર છે. વિકાસના પિતાનું બહુ પહેલા નિધન થઈ ગયું હતું. તે પોતાની માતા સાથે રહેતો હતો. વિકાસ હંમેશા રાધિકાના ઘરે આવતો જતો રહેતો હતો. જ્યારે આવવા જવાનું વધી ગયું તો રાધિકાના સાસરિયાવાળાએ વાંધો ઉઠાવ્યો. બાદમાં વિકાસે રાધિકાના ઘરે આવવાનું ઓછું કરી દીધું અને બંને ફોન પર વાત કરવા લાગ્યા. વિકાસ અને રાધિકાના પ્રેમની ચર્ચા આખા ગામમાં થવા લાગી. તેને લઈને બંને પરિવાર વચ્ચે ઝઘડા પણ થયા.
વિકાસ, ૨૦ માર્ચ ૨૦૨૫ના રોજ રાધિકાને ગામમાંથી ભગાડીને લઈ ગયો. રાધિકા પોતાના બંને બાળકોને ઘરે મૂકીને ગઈ હતી. પતિ બબલૂએ પત્ની રાધિકા ભાગી ગઈ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ૪ દિવસ બાદ વિકાસ અને રાધિકા ગામમાં ન આવતા, પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા. બબલૂ પણ પોતાના ભાઈ હીરા અને ગામના લોકોને લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યો. પોલીસ સ્ટેશનમાં બબલૂએ પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી વિકાસ સાથે કરાવી દીધા.
પત્નીના લગ્ન કરાવ્યાના ૪ દિવસ બાદ ૨૮ માર્ચે તે રાધિકાના નવા સાસરિયે પહોંચી ગયો અને પત્નીને પાછી લાવવા માટે આજીજી કરવા લાગ્યો. સાસુએ જ્યારે પોતાની નવી વહુના પહેલા પતિનું દુઃખ જોયું અને બે માસૂમ બાળકોનો વિચાર કર્યો તો સાસુએ નવી દુલ્હનને તેના પહેલા પતિ સાથે મોકલી દીધી.
પ્રેમીની વળદ્ધ માતાની દરિયાદિલી હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ગામમાં ફરીથી પંચાયત બેઠી અને એવું નક્કી થયું કે, બબલૂ હવે તેની પત્નીનું ખાસ ધ્યાન રાખશે. બબલૂએ પણ ભરી પંચાયતમાં કસમ ખાતા રાધિકાનો સ્વીકાર કર્યો. તેણે વચન આપ્યું કે, જો ભવિષ્યમાં રાધિકા સાથે કોઈ ઘટના અથવા દુર્ઘટના થશે તો તેના માટે જવાબદાર તે ખુદ હશે.(૩૮.૭)ે
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
