<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

રાજનીતિ મારી ફુલ ટાઈમ જોબ નથી, હું હૃદયથી પણ યોગી છું: UPના મુખ્‍યમંત્રી

ભાજપના હાઇકમાન્‍ડ સાથે કોઈ મતભેદ હોત તો હુ આ ખુરશી પર ન હોત : ભાવિ PM અંગે યુપી સીએમનું સૂચક અને મહત્‍વનું નિવેદનઃ મુસ્‍લિમો હિન્‍દુઓ પાસેથી ધાર્મિક શિસ્‍ત શીખે

લખનૌ તા.૨:  ઉત્તરપ્રદેશના મુખ્‍યપ્રધાન યોગી આદિત્‍યનાથે મુસ્‍લિમોને સ્‍પષ્ટ સંદેશે આપ્‍યો હતો કે રાજ્‍યના વિકાસમાં મુસ્‍લિમોને વાજબી હિસ્‍સો મળશે, પરંતુ ફક્‍ત લઘુમતી હોવાને કારણે ખાસ છૂટછાટોની અપેક્ષા રાખશો નહીં. મુસ્‍લિમાં રસ્‍તાઓ પર નમાઝ પઢી શકે નહીં, તેઓ ગેરકાયદેસર પ્રવળત્તિઓ કરી શકે નહીં, જો આવું કરશે તો ગુલડોઝર ન્‍યાયનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. ભાજપના કેન્‍દ્રીય નેતળત્‍વ સાથે કોઈપણ મતભેદો અંગેની અટકળીને કગાવી દેતા યોગીએ જણાવ્‍યું હતું કે જો કોઈ મતભેદ હોત તો તેઓ તેમની ખુરશી પર ન હોત.

એક ઇન્‍ટરવ્‍યૂમાં યોગીએ દેશમાં તેમની વધતી જતી લોકપ્રિયતા RSS સાથેના તેમના સંબંધો  કેટલાક કેન્‍દ્રીય નેતાઓ સાથેના કથિત મતભેધે, વડાપ્રધાનપદની મહત્‍વાકાંક્ષા, અને કોંગ્રેસ પક્ષના ભવિષ્‍ય સહિતના મુદ્દે પ્રશ્‍નોના જવાબ આપ્‍યાં હતા. વકય બોર્ડની ટીકા કરતા કહ્યું હતું કે તેઓ સમાજને અને ખાસ કરીને મુસ્‍લિમ સમુદાયને, કંઈપણ પાછું આપ્‍યા વિના સરકારી મિલકતો પર કબજો મેળવવાનું સાધન બની ગયા છે. વકફ બોર્ડ સ્‍વાર્થી હિતો તેમજ લૂંટ ખસોતે(મિલક્‍ત તડપ)નો અંશે બની ગયા છે અને મુસ્‍લિમોના કલ્‍યાણ માટે કંઈ કામ કર્યું નથી. સિન્‍દુ મંદિરો અને મથે શિક્ષણ અને આરોય કંગમાં સેવાકાર્ય કરે છે  અનેક ગણી વધુ મિલકતો હોવા છતાં વકફ બોર્ડ આવા કલ્‍યાણકારી કાર્ય કરે છે? સમગ્ર સમાજને ભૂલી જાઓ, શું વકફ મિલકતોનો ઉપયોગ મુસ્‍લિમોના કોયાણ માટે થયો છે?

ઘણા સમર્થકો તેમને ભાવિ પીએમ તરીકે જોવે છે તેવા સવાલ અંગે તેમણે જણાવ્‍યું હતું કે રાજકારણ મારા માટે ફુલ ટાઈમ જોબ નથી. આખરે તો હું કદયથી યોગી છું. પાર્ટીએ મને રાજ્‍યના લોકોની સેવા કરવા માટે અહીં મુકયો છે. મુસ્‍લિમ સાથે ભેદભાવના આક્ષેપોને નકારતાં તેમણે જણાવ્‍યું હતું કે રાજ્‍યની વસ્‍તીમાં મુસ્‍લિમો ૨૦ ટકા છે, પરંતુ સરકારી યોજનાઓના લાભાર્થીઓમાં તેમનો હિસ્‍સો ૩૫-૪૦ ટકા છે. રસ્‍તા પર નમાઝ પઢવા પર પ્રતિબંધ અંગેના વિવાદ અંગે યોગીએ જણાવ્‍યું હતું કે રસ્‍તાઓ ચાલવા માટે છે. જે લોકો આ નિર્ણય વિરુદ્ધ બોલી રહ્યા છે તેમણે હિન્‍દુઓ પાસેથી શિસ્‍ત શીખવી જોઈએ. પ્રયાગરાજમાં ૬૬ કરોડ લોકો આવ્‍યા હતાં. ત્‍યાં કોઈ લૂંટ, આગચંપી, અપસરવા થયું ન હતું. આને પાર્મિક શિસ્‍ત કહેવાય છે, જો તમારે લાભ જોઈતો હોય, તો તમારે શિસ્‍તને પણ પાલન કરવું જોઈએ.(૩૮.૧૧)

(10:04 AM IST)