News of Sunday, 30th March 2025
સ્ટુડિયો ગીબલી-શૈલીની ઇમેજના કારણે સર્વર ડાઉન થયું: OpenAIએ સર્વર ક્રેશને સ્વીકાર્યું
યુઝર્સે સ્ટુડિયો ગીબલી-શૈલીની ઇમેજ જનરેશન સુવિધાનો ઉપયોગ શરૂ કરતાં જ ઓપનએઆઈના સર્વર પર લોડ પડી ગયો

રવિવારે ChatGPT નો ઉપયોગ કરવાનો પ્રયાસ કરતા કોઈ એરર જોવા મળી હશે. આ ખરેખર, OpenAIનું લોકપ્રિય AI ચેટબોટ ChatGPT ડાઉન હતું. આ પાછળનું કારણ તેના નવા Studio Ghibli સ્ટાઇલ ઇમેજ જનરેશન ફીચરની જબરદસ્ત લોકપ્રિયતા છે.
શનિવાર સાંજથી ઘણા યૂઝર્સને ChatGPT ઍક્સેસ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો, પરંતુ રવિવારે સાંજે 4 વાગ્યાની આસપાસ સમસ્યા વધુ ગંભીર બની ગઈ. યુઝર્સે સ્ટુડિયો ગીબલી-શૈલીની ઇમેજ જનરેશન સુવિધાનો ઉપયોગ શરૂ કરતાં જ ઓપનએઆઈના સર્વર પર લોડ પડી ગયો. યૂઝર્સને આ એરર મેસેજ દેખાઈ રહ્યો હતો, "માફ કરશો, એક એરર આવી છે. કૃપા કરીને થોડીવારમાં ફરી પ્રયાસ કરો."
OpenAIએ આ સર્વર ક્રેશને સ્વીકાર્યું અને કહ્યું હતું કે, 'અમે અસરગ્રસ્ત સેવાઓને સુધારવા માટે કામ કરી રહ્યા છીએ.' ડાઉનડિટેક્ટરના જણાવ્યા મુજબ, રવિવારે સાંજે 4:19 વાગ્યાથી આ સમસ્યા અંગેની ફરિયાદો ઝડપથી વધવા લાગી અને 219 યૂઝર્સને તેની જાણ કરી.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
