<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th March 2025

ભારતમાં RBI નહીં તો કોની પાસે છે 10 હજાર ટન સોનું? HSBCનો રિપોર્ટ શું છે જાણો...

ભારતમાં સોનું માત્ર એક કિમતી ધાતુ નથી, પરંતુ પરંપરા અને સુરક્ષાનુ પ્રતીક છે. લગ્ન, તહેવાર અને ધાર્મિક વિધિઓમાં સોનાની માંગ હંમેશા કાયમ રહે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં તેને બેંકિંગ સંપત્તિઓના વિકલ્પના રૂપમાં જોવામાં આવે છે.

નવી દિલ્હીઃ ભારતમાં સોનાનો ક્રેજ કોઈથી છુપાયેલો નથી. પરંતુ, હવે એક રિપોર્ટમાં ખુલાસો થઈ ગયો છે કે, ભારતીય ઘરોમાં રાખવામાં આવેલુ સોનું દુનિયાના ટોપ 10 કેન્દ્રીય બેંકોના કુલ ભંડારથી પણ વધારે થઈ ગયું છે. HSBCના રિપોર્ટ પ્રમાણે, ભારતમાં ઘરેલૂ સોનાની હોલ્ડિંગ 25,000 ટન સુધી પહોંચી ગઈ છે. જે દર્શાવે છે કે, ભારતીય સમાજમાં સોનાનું કેટલું ઊંડુ આર્થિક અને સાંસ્કૃતિક મહત્વ છે.

ભારતમાં સોનું માત્ર એક કિમતી ધાતુ નથી, પરંતુ પરંપરા અને સુરક્ષાનુ પ્રતીક છે. લગ્ન, તહેવાર અને ધાર્મિક વિધિઓમાં સોનાની માંગ હંમેશા કાયમ રહે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં તેને બેંકિંગ સંપત્તિઓના વિકલ્પના રૂપમાં જોવામાં આવે છે. સોનાને મોંઘવારી અને આર્થિક અનિશ્ચિતતાથી બચવાનું મજબૂત સાધન માનવામાં આવે છે.

 

બીજો સૌથી મોટો ગ્રાહક- ચીન બાદ ભારત દુનિયામાં સોનાનો બીજો સૌથી મોટો ગ્રાહક છે. જો કે, સોનાની વધતી આયાતના કારણે ભારતની વેપાર ખોટ પણ વધે છે, પરંતુ તો પણ ભારતીય પરિવારો માટે સોનું સંપત્તિના સંચયની સૌથી લોકપ્રિય રીત બનેલું છે.

 

દુનિયાની કેન્દ્રીય બેંકોનું વલણ- HSBCના રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, ભારત ઉપરાંત દુનિયાની ઘણી કેન્દ્રીય બેકો હાલના વર્ષોમાં પણ સોનાના ભંડારને વધારી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પણ સતત તેમના સોનાના ભંડારમાં વધારો કરી રહી છે. વૈશ્વિક સ્તર પર કેન્દ્રીય બેંક સોનાને આર્થિક સ્થિરતાથી બચાવવાનું એક મહત્વનું સાધન બની રહી છે.

ભારતમાં સોનાનું મહત્વ- ભારતીય ઘરોમાં સોનાનો વિશાળ સંચય દર્શાવે છે કે તે માત્ર ધાતુ નથી, પરંતુ નાણાકીય સુરક્ષા અને સાંસ્કૃતિક ઓળખનો એક મહત્વપૂર્ણ ભાગ છે. વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં વધઘટ થતી હોવા છતાં, તે ભારતીયો માટે સંપત્તિનું સ્થિર અને વિશ્વસનીય માધ્યમ છે.

(1:28 PM IST)