<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th March 2025

ચેન્નાઈ એરપોર્ટ પર સ્પાઈસજેટની ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ

પ્‍લેનનું ટાયર ફાટયું હોવાના અહેવાલઃ તમામ મુસાફરોને સુરક્ષીત રીતે બહાર કાઢવામાં આવ્‍યા

નવી દિલ્‍હી : રવિવારે સવારે તમિલનાડુના ચેન્નાઈ એરપોર્ટ પર અંધાધૂંધી મચી ગઈ હતી જ્યારે સ્પાઈસજેટની ફ્લાઇટના લેન્ડિંગ માટે એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સ્પાઇસજેટની ફ્લાઇટ SG9046 એ જયપુરથી ઉડાન ભરી હતી. પરંતુ થોડા સમય પછી પાઇલટે વિમાનમાં ટેકનિકલ ખામી જોયાના અહેવાલ છે. જે બાદ ઇમરજન્સી લેન્ડિંગનો નિર્ણય લેવામાં આવ્યો. આખરે સવારે 5.46 વાગ્યે વિમાન રનવે-૨૫ પર સુરક્ષિત રીતે ઉતર્યું. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે વિમાનના વ્હીલ નંબર 2 ને નુકસાન થયું હતું.

 

એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો વિમાનમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા હતા. તેમણે કહ્યું કે વિમાન એરપોર્ટ પર ઉતરે તે પહેલાં પાઇલટે ટાયર ફાટવાની જાણ કરી હતી. આ પછી તેમણે અધિકારીઓને આ અંગે જાણ કરી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાઇલટ પાસેથી માહિતી મળ્યા પછી, આવી પરિસ્થિતિઓમાં વિમાનને લેન્ડિંગ માટે નિર્ધારિત ધોરણોનું પાલન કરવામાં આવ્યું. 

 

અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનને કટોકટીની સ્થિતિમાં ઉતારવામાં આવ્યું હતું. આ પછી વિમાનનું નિરીક્ષણ કરવામાં આવ્યું. અધિકારીઓએ જણાવ્યું કે આ સમય દરમિયાન તેનું વ્હીલ નંબર-2 ક્ષતિગ્રસ્ત મળી આવ્યું હતું, જેની ડાબી બાજુથી અંદરથી ઘણા ટુકડાઓ બહાર આવી રહ્યા હતા.

(1:14 PM IST)