News of Saturday, 29th March 2025
દક્ષિણ આફ્રિકા વાહન ચલાવવા માટે વિશ્વનો સૌથી ખતરનાક દેશ : ભારત પાંચમા સ્થાને
અમેરિકન ડ્રાઇવર તાલીમ કંપની ઝુટુબીએ 53 દેશોમાં કરાયેલ સંશોધનના આધારે એક અહેવાલ તૈયાર કર્યો

દક્ષિણ આફ્રિકા વાહન ચલાવવા માટે વિશ્વનો સૌથી ખતરનાક દેશ છે. આ યાદીમાં ભારત પાંચમા સ્થાને છે. એક સંશોધન મુજબ, યુરોપિયન દેશ નોર્વે વાહન ચલાવવા માટે સૌથી સુરક્ષિત સ્થળ છે.
અમેરિકન ડ્રાઇવર તાલીમ કંપની ઝુટુબીએ 53 દેશોમાં કરવામાં આવેલા સંશોધનના આધારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ યાદીમાં ભારત 49મા ક્રમે છે, જ્યારે અમેરિકા ત્રીજા (51મા) સ્થાને છે. વાહન ચલાવવા માટે સૌથી સુરક્ષિત દેશ તરીકે નોર્વે સતત ચોથા વર્ષે પ્રથમ ક્રમે છે.દક્ષિણ આફ્રિકા સતત બીજા વર્ષે તળિયે રહ્યું
જુટુબી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સંશોધનમાં તેમણે હાઇવે પર ગતિ મર્યાદા, ડ્રાઇવરો માટે લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ મર્યાદા અને રોડ ટ્રાફિક મૃત્યુ દર જેવા સૂચકાંકોના આધારે દેશોનું વિશ્લેષણ કર્યું . જેથી વાહન ચલાવવા માટે વિશ્વના સૌથી સુરક્ષિત અને સૌથી ખતરનાક દેશો નક્કી કરી શકાય.
બધા દેશોમાં દર 100,000 દીઠ અંદાજિત માર્ગ અકસ્માતમાં મૃત્યુની સરેરાશ સંખ્યા પાછલા વર્ષ કરતાં 8.9 થી ઘટીને 6.3 થઈ ગઈ છે. જ્યારે દરેક દેશમાં રાષ્ટ્રીય ગતિ મર્યાદા અને લોહીમાં આલ્કોહોલની સાંદ્રતા મર્યાદા યથાવત રહી.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
