<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

રાજસ્થાનના રાજ્યપાલની સુરક્ષામાં ચૂક :હેલિકોપ્ટર ઉડતાની સાથે જ ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા

પાઇલટે યોગ્ય સમયે ખતરો સમજી લીધો અને હેલિકોપ્ટરને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું.

રાજસ્થાનના પાલીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રાજ્યપાલ હરિભાઉ બાગડે ઉડાન ભરી રહ્યા હતા ત્યારે હેલિકોપ્ટરમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે હેલિકોપ્ટરમાંથી ધુમાડો નીકળવા લાગતા તાત્કાલિક લેન્ડ કરાયું હતું. હાલમાં રાજ્યપાલ સંપૂર્ણપણે સુરક્ષિત છે

   રાજ્યપાલ પાલીની મુલાકાતે હતા. તે પાલીથી જયપુર જઈ રહ્યા હતા . આ દરમિયાન, તેમનું હેલિકોપ્ટર હવામાં પહોંચતાની સાથે જ તેમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. જોકે, પાઇલટે યોગ્ય સમયે ખતરો સમજી લીધો અને હેલિકોપ્ટરને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું.

રાજ્યપાલના હેલિકોપ્ટરમાંથી ધુમાડો કેમ નીકળવા લાગ્યો તેનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે, રાજ્યપાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કટોકટી પ્રોટોકોલ લાગુ કરાય તેવી શકાય છે. આ ઘટનાથી રાજ્યપાલની સુરક્ષા અને હેલિકોપ્ટરની સ્થિતિ પર પ્રશ્નો ઉભા થયા છે.

સૌથી મહત્વની વાત એ છે કે, રાજ્યપાલ હરિભાઉ બાગડે સુરક્ષિત છે અને આ ઘટના દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી. રાજ્યપાલની સુરક્ષા ટીમ અને કટોકટી પ્રતિભાવ ટીમે પરિસ્થિતિનો તાત્કાલિક સામનો કર્યો અને રાજ્યપાલની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી.

ધુમાડાનું કારણ શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન તપાસ કરાશે કે, હેલિકોપ્ટરની સારસંભાળમા કોઈ બેદરકારી આચરવામાં આવી છે કે નહીં. અધિકારીઓ એ પણ સુનિશ્ચિત કરશે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કયા જરૂરી પગલાં લેવામાં આવશે.

(10:51 PM IST)