<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

ખાલિસ્તાનીઓને લાગ્યો ઝટકો ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવા અમેરિકામાં કોઈ સ્થાન નહીં મળે :સંમતિ સધાઈ

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ વચ્ચેની બેઠકમાં સહમતી બની

હવે ખાલિસ્તાનીઓને ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે અમેરિકામાં કોઈ સ્થાન નહીં મળે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ વચ્ચેની બેઠકમાં, અમેરિકામાં ભારત વિરોધી પ્રવૃત્તિઓને જગ્યા ન આપવા પર સંમતિ સધાઈ. ડોભાલ અને ગબાર્ડ વચ્ચેની આ દ્વિપક્ષીય બેઠક 20 દેશોના ગુપ્તચર વડાઓની બેઠકની પૃષ્ઠભૂમિમાં જ યોજાઇ હતી  

બેઠક અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી . પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે બંને વચ્ચે સારી વાતચીત થઈ હતી. બંનેએ મુખ્યત્વે ભારત-અમેરિકા વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને ધ્યાનમાં રાખીને ગુપ્ત માહિતીની આપ-લેને મજબૂત બનાવવા અને સુરક્ષા ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવાના માર્ગો પર ચર્ચા કરી.

 ગબાર્ડ મુખ્યત્વે ગુપ્તચર વડાઓની બેઠકમાં ભાગ લેવા માટે ભારત આવ્યા છે. તે 18 માર્ચે રાયસીના ડાયલોગમાં પણ ભાગ લેશે, જેના માટે તેમને વડા પ્રધાન મોદી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રના કોઈ ઉચ્ચ અધિકારીની આ પહેલી ઉચ્ચ સ્તરીય ભારત મુલાકાત છે

 

NSA ડોભાલની અધ્યક્ષતામાં યોજાયેલી ગુપ્તચર વડાઓની કોન્ફરન્સમાં ગબાર્ડ ઉપરાંત, ટોચના કેનેડિયન ગુપ્તચર અધિકારી ડેનિયલ રોજર્સ અને બ્રિટિશ ગુપ્તચર એજન્સી MI-6 ના વડા રિચાર્ડ મૂર પણ હાજર હતા . આ પરિષદમાં આતંકવાદ અને ઉભરતી ટેકનોલોજીઓ દ્વારા ઉભા થયેલા જોખમો સહિત વિવિધ સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી મોદી અમેરિકાની મુલાકાત દરમિયાન તુલસીને મળ્યા હતા. તે અમેરિકન રાષ્ટ્રપતિના ગેસ્ટ હાઉસ 'બ્લેર હાઉસ'માં પ્રધાનમંત્રી મોદીને મળનારી પ્રથમ અમેરિકન અધિકારી હતી

(1:05 PM IST)