હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
માતા વૈષ્ણો દેવીને ૧૭૨ કરોડ રૂપિયા રોકડા અને ૨૭ કિલો સોનાનું દાન
કોરોના કાળમાં પાંચ મહિના બંધ હતું મંદિરઃ ભક્તોએ અપાર શ્રધ્ધાથી દાન કર્યુ

જમ્મુ, તા.૧૭: માતા વૈષ્ણો દેવી મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવતા દાનમાં છેલ્લા પાંચ વર્ષમાં નોંધપાત્ર વધારો થયો છે. માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ (જાન્યુઆરી સુધી) માં દાન વધીને રૂ. ૧૭૧.૯૦ કરોડ થયું, જે ૨૦૨૦-૨૧ માં રૂ. ૬૩.૮૫ કરોડ હતું. આ સમયગાળા દરમિયાન, મંદિરમાં સોનાના પ્રસાદનું પ્રમાણ નવ કિલોથી વધીને ૨૭ કિલોથી વધુ અને ચાંદીના પ્રસાદનું પ્રમાણ ૭૫૩ કિલોથી વધીને ૩,૪૨૪ કિલો થયું. એક ય્વ્ત્ અરજીના જવાબમાં, શ્રાઈન બોર્ડે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં દાન અથવા ભેટ તરીકે ૬૩.૮૫ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૬૬.૬૮ કરોડ રૂપિયા, ૨૦૨૨-૨૩માં ૨૨૩.૧૨ કરોડ રૂપિયા, ૨૦૨૩-૨૪માં ૨૩૧.૫૦ કરોડ રૂપિયા અને ૨૦૨૪-૨૫માં (આ વર્ષે જાન્યુઆરી સુધી) ૧૭૧.૯૦ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા.
શ્રાઇન બોર્ડના જણાવ્યા અનુસાર, ૨૦૨૦-૨૧માં ૯.૦૭૫ કિલો, ૨૦૨૧-૨૨માં ૨૬.૩૫૧ કિલો, ૨૦૨૨-૨૩માં ૩૩.૨૫૮ કિલો, ૨૦૨૩-૨૪માં ૨૩.૪૭૭ કિલો અને ૨૦૨૪-૨૫માં (આ વર્ષે જાન્યુઆરી સુધી) ૨૭.૭૧૭ કિલો સોનું પ્રાપ્ત થયું હતું. તેવી જ રીતે, ૨૦૨૦-૨૧માં ૭૫૩.૬૩૦ કિલો, ૨૦૨૧-૨૨માં ૨૪૦૦.૭૦૫ કિલો, ૨૦૨૨-૨૩માં ૩૭૫૬.૫૮૨ કિલો, ૨૦૨૩-૨૪માં ૪૦૭૨.૪૮૬ કિલો અને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં (આ વર્ષના જાન્યુઆરી સુધી) ૩૪૨૪.૫૩૮ કિલો ચાંદી મળી હતી. બોર્ડે કહ્યું કે ધાતુઓ અશુદ્ધ સ્વરૂપમાં મળી હતી. હાલમાં તેમનું મૂલ્ય નક્કી થયું નથી. કોરોના સમયગાળા દરમિયાન, ફક્ત ૧૭.૨૦ લાખ યાત્રાળુઓએ મંદિરની મુલાકાત લીધી હતી. ઇતિહાસમાં પહેલીવાર, કોરોના મહામારીને કારણે મંદિર પાંચ મહિના સુધી બંધ રહ્યું. તે ૧૬ ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ ફરીથી ખોલવામાં આવ્યું હતું. સત્તાવાર આંકડા મુજબ, ૨૦૨૧માં ૫૫.૮૮ લાખ, ૨૦૨૨માં ૯૧.૨૫ લાખ, ૨૦૨૩માં ૯૫.૨૨ લાખ અને ૨૦૨૪માં ૯૪.૮૪ લાખ યાત્રાળુઓએ માતાના દર્શન કર્યા હતા.(૨૩.૧૦)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
