News of Sunday, 16th March 2025
બોલીવુડની 25 સેલિબ્રિટીઝ સાથે કરોડોનો દગો: એડ શૂટ પછી પણ પેમેન્ટ આપ્યું નહીં : કેસ દાખલ કરાયો
અનેક મોટી હસ્તીઓએ એનર્જી ડ્રિન્કની એડવર્ટાઈઝમેન્ટ કરાવીને તેના પૈસા ન આપવાનો આરોપ મૂક્યો

મુંબઈ :એનર્જી ડ્રિંકની એડવર્ટાઈઝમેન્ટના નામે સેલિબ્રિટીઝ મેનેજમેન્ટ કંપનીની સાથે દગાખોરીનો મામલો સામે આવ્યો છે. આમાં લગભગ 25 મોટા સેલિબ્રિટીઝને તેમના પૈસા નથી મળ્યા. તો આ મુદ્દાને લઈને મુંબઈના ચેમ્બૂર પોલીસ સ્ટેશનમાં સેલિબ્રિટી મેનેજિંગ કંપની દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. આમાં અનેક મોટી હસ્તીઓએ એનર્જી ડ્રિન્કની એડવર્ટાઈઝમેન્ટ કરાવીને તેના પૈસા ન આપવાનો આરોપ મૂક્યો છે. આમાં 5 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં કહેવાતી રીતે લગભગ 1.5 કરોડ રૂપિયાનું પેમેન્ટ બાકી હોવાની માહિતી આપવામાં આવી છે. જે લોકો પર આરોપ મૂકવામાં આવ્યો છે તેમાં તનિષ છડેજા, મનુ શ્રીવાસ્તવ, ફેઝલ રફીક, અબ્દુલ અને રિતિક પંચાલના નામ સામેલ છે. સેલિબ્રિટી મેનેજિંગ કંપની ચલાવનારા રોશન ગૈરી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે કેસ દાખલ કર્યો છે.
જણાવવાનું કે આ દગાખોરીને કારણે પ્રભાવિત થનારી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને બૉલિવૂડ જગતના અનેક મોટા નામ છે. આમાં અભિનેત્રી અંકિતા લોખંડે, આયુષ શર્મા અને એવા અનેક મોટા નામ સામેલ છે. ફરિયાદકર્તા રોશન (48), અંધેરી (પશ્ચિમ)ના રહેવાસી છે અને એક કંપની ચલાવે છે, જે કાર્યક્રમો અને જાહેરાતો માટે ફેમસ સેલિબ્રિટીઝ સાથે કોલેબરેશન કરાવે છે. તેમણે જણાવ્યું કે જુલાઈ 2024માં, તેમને એક શખ્સનો ફોન આવ્યો જેણે દાવો કર્યે તેને એનર્જી ડ્રિંક બ્રાન્ડની જાહેરાત માટે 25 કલાકારોની જરૂરિયાત છે. વાતચીત બાદ, આરોપીએ 10 લાખ રૂપિયાના એડવાન્સ પેમેન્ટ મોકલવાની વાત કહી. પેમેન્ટની એક રસીદ મોકલી, પણ હકીકતે ફરિયાદર્તાના ખાતામાં કોઈ પૈસા ટ્રાન્સફર નથી કરવામાં આવ્યું. પછીથી, આરોપીએ બિંદરને દાદરમાં એક પાર્ટીમાં કલાકારોને લાવવા માટે કહેવામાં આવ્યું.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
