News of Sunday, 16th March 2025
મુરાદાબાદમાં એક ઘરની અંદર પાર્ક કરેલા સ્કૂટરમાં અચાનક બ્લાસ્ટ
પહેલા સ્કૂટરમાંથી તણખા નીકળ્યા પછી જોરદાર વિસ્ફોટ થયોઃ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ

નવી દિલ્હીઃ મુરાદાબાદમાં એક ઘરની અંદર પાર્ક કરેલા સ્કૂટરમાં અચાનક બ્લાસ્ટ થયો. પહેલા સ્કૂટરમાંથી તણખા નીકળ્યા પછી જોરદાર વિસ્ફોટ થયો. જેના પછી સ્કૂટર ધુમાડાથી સળગવા લાગ્યું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હવે આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને તેને જોયા પછી યુઝર્સ પણ ડરી ગયા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. અને લોકો તેના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
મુરાદાબાદના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના આશિયાના કોલોનીમાં એક ઘરની અંદર પાર્ક કરેલા સ્કૂટરમાં જોરદાર વિસ્ફોટથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના સ્થળે નજીકના લોકોનું ટોળું એકઠું થઈ ગયું. સ્કૂટરમાં બ્લાસ્ટની ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આશિયાના કોલોનીમાં રહેતા અમિતે ત્રણ મહિના પહેલા જ એક નવું ઇલેક્ટ્રિક સ્કૂટર કર્યું હતું. તેને સ્કૂટર પ્રત્યે કોઈ ફરિયાદ નહોતી. દરરોજની જેમ હોળીની રાત્રે પણ તેણે પોતાનું સ્કૂટર ઘરની અંદર સીડી નીચે પાર્ક કર્યું હતું.
રાત્રે અચાનક સ્કૂટરમાંથી ધુમાડો નીકળવા લાગ્યો ત્યારબાદ એવા તણખા નીકળ્યા અને થોડી જ વારમાં સ્કૂટર જોરદાર અવાજ સાથે વિસ્ફોટ થયો. આ પછી સ્કૂટરમાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી. થોડી જ ક્ષણોમાં આખું સ્કૂટર બળીને રાખ થઈ ગયું. વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના લોકો પણ ગભરાઈ ગયા. માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્કૂટરમાં વિસ્ફોટ થવા પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ તેને લાખો લોકોએ જોયો અને ઘણી વખત શેર કરવામાં આવ્યો. ઇન્ટરનેટ યુઝર્સ આ વીડિયો અંગે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું "મને આઘાત લાગ્યો છે હું ક્યારેય આવું સાધન ખરીદીશ નહીં. બીજા એક યુઝરે લખ્યું "હે ભગવાન મારો તો જીવ મોઢામાં આવી ગયો."પછી બીજા યુઝરે લખ્યું " આવી સમસ્યાઓ ફક્ત ઇલેક્ટ્રિક સ્કૂટરમાં જ કેમ થાય છે."
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
