<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th March 2025

ઉજ્જૈનમાં યોજાનાર સિંહસ્થ કુંભ મેળા 2028 અંગે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી: રાજ્યની પ્રગતિ અને રોકાણ વધારવા વિશે આહવાન કરતા ડો.મોહન યાદવે

હોળીના શુભ અવસર પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ઉજ્જૈનમાં કાલિદાસ એકેડેમી કેમ્પસમાં નાગરિકો સાથે ફૂલોની હોળી રમી

ભોપાલ: હોળીના શુભ અવસર પર, મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ઉજ્જૈનમાં કાલિદાસ એકેડેમી કેમ્પસમાં નાગરિકો સાથે ફૂલોની હોળી રમી.   આ સાથે, ડૉ. યાદવે શુક્રવારે મોડી રાત્રે અમૃત 2.0 મિશન હેઠળ શહેરના વિવિધ વોર્ડ અને સિંહસ્થ વિસ્તારમાં 476 કરોડ રૂપિયાના ગટરના કામોનો શિલાન્યાસ પણ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી 3 લાખથી વધુ વસ્તીને ફાયદો થશે.

મુખ્યમંત્રી ડૉ. યાદવે કહ્યું કે અમે હંમેશા ઉજ્જૈનનો મહિમા ધીમે ધીમે વધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.  આપણે ભાગ્યશાળી છીએ કે આપણને ઉજ્જૈન જેવું સ્વર્ગ મળ્યું છે.  મુખ્યમંત્રી ડૉ. યાદવે જણાવ્યું હતું કે અમે આગામી સિંહસ્થ-૨૦૨૮નું ભવ્ય આયોજન કરવા માટે કટિબદ્ધ છીએ.  આ અંતર્ગત 2329 કરોડ રૂપિયાનું કામ કરવામાં આવી રહ્યું છે.  જળ સંસાધન વિભાગના રૂ. ૨૫૩૩ કરોડના ત્રણ કામો અને ઉર્જા વિભાગના રૂ. ૩૨૯ કરોડના છ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે.  ૯૬૫૦ કરોડ રૂપિયાના ખર્ચે બે-લેન અને ચાર-લેન રસ્તાઓનું નિર્માણ થઈ રહ્યું છે. 

પ્રવાસન વિભાગ માટે રૂ. ૩૮૨ કરોડ અને સંસ્કૃતિ વિભાગ માટે રૂ. ૨૫૯ કરોડના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે.  મેડિસિટીમાં મેડિકલ કોલેજ સહિત અન્ય નોંધપાત્ર કાર્યો થઈ રહ્યા છે.  મુખ્યમંત્રી ડૉ. યાદવે જણાવ્યું હતું કે સિંહસ્થ-૨૦૨૮ના તમામ કામો જૂન ૨૦૨૭માં પૂર્ણ થશે.  તેમણે કહ્યું કે સિંહસ્થનું વ્યાપક અને ભવ્ય આયોજન કરવાની જવાબદારી આપણા બધાની છે.

(3:10 PM IST)