<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th March 2025

પુણેથી મહાડ જઈ રહેલી ST બસ ૬૦ ફુટ ઊંડી ખીણમાં ખાબકીઃ ૧૮ લોકો ઇજાગ્રસ્‍ત

બસના ડ્રાઇવરે વળાંક પર બસ પરથી કાબૂ ગુમાવતાં બસ ૫૦-૬૦ ફુટ ઊંડી ખીણમાં પલટી ખાઈ ગઈ હતી

મુંબઇઃ પુણેથી  ભોર માર્ગે મહાડ જઈ રહેલી સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST)ની બસ ગઈ કાલે સાંજે ૪ વાગ્યાની આસપાસ વરંધા ઘાટમાં ૫૦-૬૦ ફુટ ઊંડી ખીણમાં પટકાઈ હતી. આ અકસ્માતમાં ૧૮ પ્રવાસી ઘાયલ થયા હતા. તેમને મહાડના ટ્રૉમા કૅર સેન્ટરમાં લઈ જઈ સારવાર આપવામાં આવી હતી. સૌની તબિયત સ્ટેબલ હોવાનું હૉસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.    
બસના ડ્રાઇવરે વળાંક પર બસ પરથી કાબૂ ગુમાવતાં બસ ૫૦-૬૦ ફુટ ઊંડી ખીણમાં પલટી ખાઈ ગઈ હતી. જોકે બસ ઝાડીઓમાં અટકી જતાં એ વધુ ઊંડે ન ખાબકતાં ત્યાં જ અટકી ગઈ હતી. બસ ખીણમાં પલટી ખાઈ ગઈ હોવાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તરત જ બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. બસના પ્રવાસીઓને બહાર કાઢી મહાડના સરકારી ટ્રૉમા કૅર સેન્ટરમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.

(12:47 PM IST)