<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th March 2025

જુઓ મહત્વના સમાચારો ઉડતી નજરે

* કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે મુસ્લિમ સમુદાયમાંથી વધુને વધુ એન્જિનિયરો, આઇપીએસ અને આઈએએસ અધિકારીઓ બનશે તો બધા માટે વિકાસ થશે, આપણી પાસે પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામનું ઉદાહરણ મોજુદ છે, આજે હજારો વિદ્યાર્થીઓ અંજુમન એ ઇસ્લામના બેનર હેઠળ એન્જિનિયર બની રહ્યા છે, જો ભણવાની તક મળી ન હોત તો કંઈ થયું ન હોત.

 

* ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન આજથી ૨૦ માર્ચ સુધી ભારતના પ્રવાસે આવ્યા છે 

 

* ક્યુબાના નાયબ વડાપ્રધાન એડુઆર્ડો માર્ટિનેઝ ડીઆઝ દિલ્હી આવી પહોંચ્યા છે 

 

*  દિલ્હીના નોઈડાના સેક્ટર ૬૩માં એક ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ લાગી છે 

 

*  દિલ્હીમાં આજથી સંખ્યાબંધ દેશોના જાસુસી વડાઓની બેઠક શરૂ થઈ ગઈ છે, ભારતના અજીત ડોભાલ તેની અધ્યક્ષતા કરી રહ્યા છે 

 

* મહારાષ્ટ્ર ભાજપએ વિધાનસભા પરિષદની પેટા ચૂંટણીની ત્રણ બેઠકો માટે નામો જાહેર કર્યા છે, ૨૭ માર્ચે મતદાન થશે

(12:47 PM IST)