News of Sunday, 16th March 2025
રામ મંદિરે બદલી અયોધ્યાની આર્થિક તસવીર, ધાર્મિક પર્યટનનું નવું કેન્દ્ર બન્યું રામનગરી: છેલ્લા પાંચ વર્ષમાં દસ ગણા શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી, સરકારને ૪૦૦ કરોડની ટેક્ષની કમાણી, રોજગારની નવી તકો ખુલી

અયોધ્યા: રામ મંદિરના નિર્માણથી અયોધ્યાનું ભાગ્ય જાણે ખુલી ગયું છે. રામનગરી હવે માત્ર આસ્થાનું કેન્દ્ર નથી રહી, પરંતુ ધાર્મિક પર્યટનનું મોટું હબ પણ બની ગઈ છે. છેલ્લાં પાંચ વર્ષમાં અહીં શ્રદ્ધાળુઓ અને પર્યટકોની સંખ્યા દસ ગણી વધી છે, જેના કારણે સ્થાનિક અર્થતંત્રમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ એક જ વર્ષમાં પાંચ કરોડ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા, જે એક નવો રેકોર્ડ છે.
રોજગારનો નવો દોર:
મંદિરના નિર્માણથી અયોધ્યામાં હોટેલ, રેસ્ટોરન્ટ, પરિવહન અને દુકાનદારી જેવા વ્યવસાયો ખીલ્યા છે. સ્થાનિક યુવાનોને નોકરીની નવી તકો મળી રહી છે, જેનાથી ગામડાઓ સુધી સમૃદ્ધિની લહેર પહોંચી છે. એક સ્થાનિક દુકાનદારે કહ્યું, "રામ મંદિર આવ્યું એટલે અમારું જીવન બદલાઈ ગયું. હવે દરરોજ ધંધો ચાલે છે."
સરકારની તિજોરી પણ ભરાઈ:
રામ મંદિરના કારણે સરકારને પણ મોટો ફાયદો થયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં ટેક્સના રૂપમાં 400 કરોડ રૂપિયાની આવક થઈ છે. આ આંકડો દર્શાવે છે કે અયોધ્યા હવે આર્થિક રીતે પણ રામમય બની ગઈ છે.
આસ્થા અને આર્થિકતાનું સંગમ:
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ શ્રદ્ધાળુઓની ભીડે અયોધ્યાને નવું રૂપ આપ્યું છે. રસ્તાઓ પર ભગવા ઝંડા, ભજનોનો ગુંજારવ અને દરેક ખૂણે રામ ભક્તોની ચહલપહલ જોવા મળે છે. આ બધું જ અયોધ્યાને ભારતના ધાર્મિક નકશા પર ચમકતું નગર બનાવી રહ્યું છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
