<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th March 2025

ઈરાન સમર્થિત યમનના હુથી બળવાખોરો લાલ સમુદ્રમાં કાર્ગો શિપ્સ પર કર્યા હુમલાઃ ૧૯ લોકોએ જીવ ગુમાવ્‍યો

હુથી બળવાખોરોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિસ્ફોટક કાર્યવાહી સાથે જવાબ આપવામાં આવશે.

સના: ઈરાન સમર્થિત યમનના હુથી બળવાખોરો લાલ સમુદ્રમાં કાર્ગો શિપ્સ પર હુમલા કરી રહ્યા છે, યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુથી બળવાખોરોને ચેતવણી આપી હતી. હવે અમેરિકન સેનાએ હુથી બળવાખોરો સાથે કાર્યવાહી શરુ કરી દીધી છે, હુમલામાં 19 લોકો માર્યા ગયા હતા.
યમનની રાજધાની સનામાં અમેરિકાના હુમલામાં 13 નાગરિકો માર્યા ગયા અને નવ ઘાયલ થયા. યમનના ઉત્તરીય પ્રાંત સાદામાં અમેરિકાના બીજા હુમલામાં ચાર બાળકો અને એક મહિલા સહિત છ લોકો માર્યા ગયા. 11 લોકો ઘાયલ પણ થયા છે. હુથી બળવાખોરોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિસ્ફોટક કાર્યવાહી સાથે જવાબ આપવામાં આવશે.
એક અમેરિકન અધિકારીએ જણાવ્યું કે કદાચ આ અઠવાડિયા સુધી હુમલા ચાલુ રહી શકે છે. ટ્રમ્પે જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી મધ્ય પૂર્વમાં યુએસ સેના દ્વારા કરવામાં આવેલો આ સૌથી મોટો લશ્કરી હુમલો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો હુથીઓ જહાજો પર હુમલા બંધ નહીં કરે તો હુથીઓની સ્થિતિ નર્ક કરતાં પણ ખરાબ થશે. ટ્રમ્પે હુથી બળવાખોરોને સમર્થન આપતા ઈરાનને પણ ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું, “જો ઈરાન અમેરિકાને ધમકી આપશે, તો અમેરિકા પણ શાંત નહીં બેસી રહે.”
અમેરિકા ઈરાન પર આર્થિક દબાણ વધારી રહ્યું છે અને તેને તેના ન્યુક્લિયર પ્રોગ્રામ પર વાટાઘાટો કરવા માટે મજબૂર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

(11:35 AM IST)