<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th March 2025

ભારતમાં કેટલાક આતંકવાદી હુમલાને અંજામ આપનાર લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અબુ કતલની પાકિસ્તાનમાં ઠાર

અબુ લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદનો ખૂબ નજીકનો માણસ ગણાતો હતોઃ અબુ જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં યાત્રાળુઓની બસ પર થયેલા હુમલામાં સામેલ હતો. અજાણ્યા હુમલાખોરોએ અબુ કતલની હત્યા હતી

નવી દિલ્‍હીઃ : ભારતમાં કેટલાક આતંકવાદી હુમલાને અંજામ આપનાર લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અબુ કતલની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી છે. અબુ લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદનો ખૂબ નજીકનો માણસ હતો. અબુ જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં યાત્રાળુઓની બસ પર થયેલા હુમલામાં સામેલ હતો. અજાણ્યા હુમલાખોરોએ અબુ કતલની હત્યા હતી, હત્યા વિશે વધુ માહિતી મળી નથી.
અબુ કતલ ભારતમાં ઘણા આતંકવાદી હુમલાઓને અંજામ આપી ચૂક્યો છે. NIA એ તેને મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યો હતો. અબુ કતલ હાફિઝ સઈદ(Hafiz Saeed )નો માનવામાં આવતો હતો. હાફિઝ મુંબઈ 26/11 હુમલાનો માસ્ટરમાઇન્ડ છે.
આતંકવાદીઓએ ગત વર્ષે 9 જુનના રોજ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના પૌની વિસ્તારમાં શિવખોડીથી કટરા જઈ રહેલી યાત્રાળુઓથી ભરેલી બસ પર હુમલો કર્યો હતો. ગોળીબારને કારણે બસ ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને બસ ખીણમાં ખાબકી હતી, આ ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યાં હતાં અને 33 લોકો ઘાયલ થયા.
NIA એ હુમલાની તપાસ શરૂ કરી, ત્યારે અબુ કતલની ભૂમિકા અંગે જાણવા મળ્યું. અબુને હાફિઝનો રાઈટ હેન્ડ માનવામાં આવતો હતો, અગાઉના ઘણા હુમલાઓમાં તેણે હાઝીફને મદદ કરી છે.

(11:33 AM IST)