તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Thursday, 13th March 2025
સ્ટારલિન્ક પાસે ૭૦૦૦ સેટેલાઇટ્સ ધરાવતું દુનિયાનું સૌથી વિશાળ સેટેલાઇટ નેટવર્ક
ટેસ્લા કંપનીના માલિક ઈલોન મસ્કની કંપની સ્પેસએકસે સ્ટારલિન્ક બનાવી છે :સ્ટારલિન્કની એન્ટ્રી થતાં ગામડાં અને પહાડી વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેકિટવિટીની સમસ્યા દૂર થશે તેમ જ સ્વાસ્થ્ય કેન્દ્રો, હોસ્પિટલો, સ્કૂલો અને બિઝનેસ-હાઉસિસને ફાયદો થશે

નવી દિલ્હી, તા.૧૩: ટેસ્લા કંપનીના માલિક ઈલૉન મસ્કની કંપની સ્પેસઍકસે સ્ટારલિન્ક બનાવી છે જેની પાસે વિશ્વમાં સૌથી વધારે લો અર્થ ઑર્બિટમાં ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડતી સૅટેલાઇટ છે. આ લો અર્થ ઑર્બિટ પૃથ્વીની સપાટીથી ૫૫૦ કિલોમીટર ઉપર સુધી વિસ્તરેલું છે અને એમાં સ્ટારલિન્કની આશરે ૭૦૦૦ સૅટેલાઇટ્સ છે. આ સૅટેલાઇટ સસ્તા દરે હાઈ સ્પીડ બ્રૉડબૅન્ડ ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડે છે અને એના દ્વારા ઑનલાઇન ગેમિંગ, વિડિયો સ્ટ્રીમિંગ, વિડિયો કૉલ્સ આસાનીથી કરી શકાય છે. સ્ટારલિન્ક સૅટેલાઇટો ઇન્ટરનેટ સિગ્નલો સીધાં યુઝર્સનાં ગ્રાઉન્ડ ટર્મિનલો પર પૂરાં પાડે છે જે રાઉટર્સ દ્વારા યુઝર્સ સુધી પહોંચે છે. ભારતમાં સર્વિસ શરૃ કરવા માટે ઍરટેલ અને રિલાયન્સ જિયો એમ બે બ્રૉડબૅન્ડ ટેલિકૉમ સર્વિસ કંપનીઓએ કરાર કર્યા છે. ભારતનાં લાખો ગામડાં અને પહાડી ક્ષેત્રમાં આવેલા વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેકિટવિટીની સમસ્યા છે. આ વિસ્તારોમાં ઇન્ટરનેટ સર્વિસ વ્યવસ્થિત ઉપલબ્ધ નથી, પણ સ્ટારલિન્કની એન્ટ્રી થતાં એને ફાયદો થશે. આ સિવાય બિઝનેસ હાઉસિસ, હૉસ્પિટલો, સ્વાસ્થ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાનો વગેરેને પણ ફાયદો થશે. (રર.૧૬)
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
