<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

કેલિફોર્નિયા ખાતે મહિલા દિન-મહાશિવરાત્રી તથા હોળીની ત્રિવિધ ઉજવણી રંગેચંગે થઇ

ગુજરાતી સમાજ સેક્રેમેન્‍ટો સિનિયર્સ G3S દ્વારા

કેલિકફોર્નિયા, તા.૧૩: ગુજરાતી સમાજ  સેક્રેમેન્‍ટો સિનિયર્સ G3S દ્વારા રોકલીન, કેલીફોર્નિયા, અમેરિકા ખાતે આઠમી માર્ચના રોજ મહિલા દિન, મહાશિવરાત્રી, તથા હોળીનો ત્રિવેણી સંગમ ( મહાકુંભ) નું આયોજન કરવામાં આવ્‍યું હતું.

જેમાં હોળી તથા મહાશિવરાત્રી નિમિત્તે ક્‍વિઝ નું આયોજન કરવામાં આવ્‍યું હતું તથા મહિલા દિન નિમિત્તે જગતભર ની ખૂબ જ જાણીતી મહિલાઓને ઓળખવાની સ્‍પર્ધા યોજવામાં આવી હતી.

આ પ્રસંગે મહિલા સભ્‍યોએ પ્રવચન આપતા અનન્‍ય યોગદાન બદલ અભિનંદન પાઠવ્‍યા. ઠંડાઈનો પ્રસાદ પણ આપવામાં આવ્‍યો હતો તથા રંગબેરંગી ફૂલોની પાંદડીથી હોળી પણ રમવામાં આવી હતી.

ડૉ રસિકભાઈ પટેલે વડીલોને સ્‍વસ્‍થ રહેવા માટે ની પણ ટીપ્‍સ આપી હતી . આ પ્રસંગને સફળ બનાવવા માટે પ્રમુખ મુકુંદભાઈ વ્‍યાસ , ડૉ વિજય પરીખ  તથા ડૉ ચંદ્રેશ જરદોશે ખુબ જહેમત ઉઠાવી હતી.

(1:28 PM IST)