News of Tuesday, 11th March 2025
ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં એક ઝાટકે ૨૫%નો કડાકો
હિસાબમાં ગોટાળાનો આરોપ

મુંબઇ તા.૧૧: ઈન્ડસઈન્ડ બેન્ક દ્વારા શેર બજારને જાણકારી આપવામાં આવી છે કે, ડેરિવેટિવ પોર્ટફોલિયોમાં હિસાબમાં ગોટાળો જોવા મળ્યો છે. જેના કારણે નેટવર્થ પર ૨.૩૫ ટકા નેગેટિવ અસર પડી શકે છે. ગરબડી અંગે તપાસ માટે એક એજન્સીની નિયુક્તિ પણ કરવામાં આવી છે. બેન્કનો દાવો છે કે તે નેટવર્થ પર પડનારી અસર પર સામે લડવા સક્ષમ છે. એક દાવા અનુસાર બેન્કમાં આ ગરબડના કારણે નફામાં કુલ ૧૫૦૦ કરોડ રૂપિયાની અસર પડી શકે છે.
ઈન્ડસઈન્ડના આ ગોટાળાની જાહેરાત સાથે જ આજે શેર ૯૦ રૂપિયા ઘટાડે ખૂલ્યા બાદ ૨૫ ટકા (૨૨૮ રૂપિયા) તૂટયો હતો. ૧૨.૧૩ વાગ્યે ઈન્ડસઈન્ડનો શેર ૨૪.૭૨ ટકા ઘટાડે ૬૭૮ પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે ગઈકાલે ૯૦૦.૬૦ પર બંધ રહ્યો હતો.
ઈન્ડસઈન્ડ બેન્કના ડેપ્યુટી સીઈઓ અરૂણ ખુરાનાએ જણાવ્યું હતું કે, આંતરિક સમીક્ષામાં જાણવા મળ્યું હતુ કે, આંતરિક ડેરિવેટિવ ટ્રેડિંગમાં આરબીઆઈ દ્વારા એ-લિ, ૨૦૨૪માં લાગુ કરવામાં આવેલા નિયમોનું અનુપાલન થયુ નથી. જેના લીધે ડેરિવેટિવ એકાઉન્ટમાં ગરબડ થઈ છે. જો કે, આ એકાઉન્ટ ગ્રાહકોના એકાઉન્ટ સાથે જોડાયેલા નથી. આ ગરબડ સપ્ટેમ્બર-ઓક્ટોબરની ડેરિવેટિવ્ઝ બુકમાંથી મળી આવી હતી.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
