તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Tuesday, 11th March 2025
સરકારી પરીક્ષાની પવિત્રતા જોખમાય તો જાહેર વહીવટ પરની શ્રદ્ધા ડગમગી જશે
સુપ્રીમે રાજસ્થાનની પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડનારા બેના જામીન ફગાવ્યા

નવી દિલ્હી,તા.૧૧: રાજસ્થાન સરકાર આયોજિત ભરતી પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડનારા બે આરોપીએ હાઈકોર્ટમાંથી જામીન મેળવ્યા હતા. રાજ્ય સરકારે હાઈકોર્ટના આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે બંને આરોપીના જામીન નામંજૂર કરવાની સાથે સરકારી પરીક્ષાની પવિત્રતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો. કોર્ટે ઠરાવ્યું હતું કે, સરકારી ભરતીની પરીક્ષાની પવિત્રતા સાથે સમાધાન કરવામાં આવશે તો જાહેર વહીવટ પરની શ્રદ્ધા ડગમગી જશે. જસ્ટિસ સંજય કારોલ અને જસ્ટિસ અશાનુદ્દિન અમાનુલ્લાહની બેન્ચે રાજ્ય સરકારની અરજીને મંજૂર રાખી હતી, જેમાં રાજસ્થાન હાઈકોર્ટે બે આરોપીઓને જામીન આપવા કરેલા હુકમને પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે હુકમમાં ઠરાવ્યુ હતું કે, જામીનને રદ કરવાનો હુકમ સામાન્ય સંજોગોમાં રદ થતો ન હોવાથી અમે અભિ-યાસ પણ આપીએ છીએ. કોર્ટનું માનવું છે કે, આરોપીઓના કળત્યની અસર સમગ્ર સમાજ પર પડે છે. ભારતમાં ઉપલબ્ધ સરકારી નોકરીઓની સરખામણીએ અરજદારોની સંખ્યા ઘણી વધારે છે. રાજસ્થાનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આસિસ્ટન્ટ એન્જિનિયરની ભરતી પરીક્ષા ૨૦૨૨માં લેવાઈ હતી, જેમાં ઈન્દ્રરાજ સિંહ ડમી ઉમેદવાર હતો. ઉમેદવારની જગ્યાએ તેનો ફોટો લગાડીને એડમિટ કાર્ડમાં ચેડાં કરવામાં આવ્યા હતા. ટ્રાયલ કોર્ટે આરોપીઓના જામીનના મંજૂર કર્યા હતા, જેથી મામલો હાઈકોર્ટમાં ગયો હતો. હાઈકોર્ટે જામીન મંજૂર રાખ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયામાં સરન્ડર કરવા આરોપીઓને નિર્દેશ આપ્યા હતા. આ સાથે આરોપીઓ સામે ટ્રાયલ ચલાવવા અને તેઓ નિર્દોષ હોય તો કાનૂની રીતે સાબિત કરવા નિર્દેશ આપ્યા હતા.(૪૦.૭)
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
