News of Tuesday, 11th March 2025
બળાત્કારીને નપુંસક બનાવો : શિવાજી મહારાજે પણ હાથ-પગ ભાંગી નાખ્યા હતા
રાજસ્થાનના રાજયપાલની ખુલ્લા મંચ પરથી તીખી ટિપ્પણી

રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેએ કહયું કે મહિલાઓને હેરાન કરનારાઓને માર મારવો જોઈએ અને બળાત્કારીઓને નપુંસક બનાવીને છોડી દેવા જોઈએ, તો જ આવા ગુનાઓ ઓછા થશે
જયપુર, તા.૧૧: રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેએ મહિલાઓ પર બળાત્કાર અને છેડતીના વધતા જતા કેસ પર મોટી ટિપ્પણી કરી છે. રાજ્યપાલે આકરી પ્રતિક્રિયા આપતા કહયું કે જે લોકો મહિલાઓને હેરાન કરે છે તેમને માર મારવો જોઈએ અને બળાત્કારીઓને નપુંસક બનાવીને છોડી દેવા જોઈએ, તો જ આવા ગુનાઓ ઓછા થશે. રાજ્યપાલે સોમવારે ભરતપુર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના શપથ ગ્રહણ સમારોહમાં બળાત્કારની વધતી જતી ઘટનાઓ અંગે મંચ પરથી આ વાત કહી હતી.
રાજ્યપાલે આગળ કહયું, ‘‘જ્યારે શિવાજી મહારાજ અહીં (મહારાષ્ટ્ર) શાસન કરતા હતા, ત્યારે એક પટેલ ગામનો મુખ્ય હતો. તેણે બળાત્કાર કર્યો. આ પછી, શિવાજી મહારાજે એક આદેશ જારી કર્યો. તેમણે કહ્યું - બળાત્કારીને ન મારવો, તેના હાથ-પગ તોડી નાખો. તે મૃત્યુ સુધી એવો જ રહયો.''
રાજ્યપાલે કહયું કે જ્યારે મહિલાઓ પર અત્યાચાર થાય છે ત્યારે લોકો વીડિયો બનાવે છે. આ બરાબર નથી. જો કોઈ સ્રીનું શોષણ થાય છે, તો તે પુરુષને પકડો. તે માણસ છે, તું પણ માણસ છે અને તારી સાથે ૨ થી ૪ લોકો આવશે. જ્યાં સુધી આપણા મનમાં આ માનસિકતા ન આવે કે આપણે ઘટનાસ્થળે જઈને છેડતી કરનાર, બળાત્કારીને રોકવો જોઈએ અને તેને માર મારવો જોઈએ, ત્યાં સુધી આ ગુનાઓ બંધ થવાના નથી.
તેમણે કહયું કે ગુનેગારોને કાયદાનો ડર છે કે નહીં તે ખબર નથી. પરંતુ જો કોઈ ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકનું છેડતી કરે, બળાત્કાર કરે કે તેની સાથે દુષ્કર્મ કરે તો તેને મૃત્યુદંડની સજા આપવામાં આવે છે. છતાં પણ આવા ગુનાઓ અટકી રહ્યા નથી અને આવા કિસ્સાઓ દરરોજ સાંભળવા મળે છે. જે દર્શાવે છે કે ગુનેગારોને કાયદાનો કોઈ ડર નથી લાગતો. કાયદાથી ડરવું શું છે તેની તમે કલ્પના કરી શકો છો? તમે સૂચનો આપી શકો છો, કાયદા હોવા છતાં આવી ઘટનાઓ કેમ બને છે? આ વિચારવા જેવી વાત છે.(૨૩.૨)
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
