<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

અલ્લુ અર્જુને થમ્‍સ અપની જાહેરાત માટે ૩૦૦ કરોડ રૂપિયા લીધા

ભારતીય ફિલ્‍મ ઉદ્યોગમાં દક્ષિણના સુપરસ્‍ટાર અલ્લુ અર્જુનનો ક્રેઝ વધી રહ્યો છે

મુંબઈ, તા.૧૦: ભારતીય ફિલ્‍મ ઉદ્યોગમાં દક્ષિણના સુપરસ્‍ટાર અલ્લુ અર્જુનનો ક્રેઝ વધી રહ્યો છે, ખાસ કરીને પુષ્‍પા અને પુષ્‍પા-૨ ની સફળતા સાથે, ઉત્તર ભારતમાં અલ્લુ અર્જુનની ફેન ફોલોઇંગ અને લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. આ જ કારણ છે કે અલ્લુ અર્જુન હવે હિન્‍દી જાહેરાતોમાં પણ જોવા મળે છે. ખાસ વાત એ છે કે આ પહેલા પેપ્‍સી અને થમ્‍સ અપ જેવી પ્રખ્‍યાત બ્રાન્‍ડની જાહેરાતોમાં બોલિવૂડ સ્‍ટાર્સ અને ક્રિકેટરોનું વર્ચસ્‍વ હતું. પરંતુ હવે એવું લાગે છે કે અલ્લુ અર્જુન એકલો જ ક્રિકેટ અને સુપરસ્‍ટાર્સ પર હાવી થઈ રહ્યો છે. ગયા વર્ષે અલ્લુ અર્જુન થમ્‍સ અપના નવા બ્રાન્‍ડ એમ્‍બેસેડર બન્‍યા. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, આ જાહેરાત ડીલ પછી અલ્લુ અર્જુન એશિયામાં સૌથી વધુ કમાણી કરનાર બ્રાન્‍ડ પ્રમોશન એમ્‍બેસેડર બન્‍યા હોવાનું કહેવાય છે. અલ્લુ અર્જુનની નવી થમ્‍બ્‍સ અપ જાહેરાત આ દિવસોમાં ટીવી પર આવી રહી છે, જેની થીમ દમ હૈ તો દિખા છે, આ ૪૫ સેકન્‍ડની જાહેરાતમાં, અલ્લુ અર્જુનની એક્‍શન શૈલી ફિલ્‍મોની જેમ જ દેખાય છે. મીડિયા રિપોર્ટ્‍સમાં જણાવવામાં આવ્‍યું હતું કે અલ્લુ અર્જુને થમ્‍સ અપની જાહેરાતો માટે ૩૦૦ કરોડ રૂપિયાનો સોદો કર્યો છે. જોકે, આ અંગે કોઈ સ્‍પષ્ટતા નથી. અલ્લુ-અર્જુન પહેલા, ઘણા અન્‍ય સ્‍ટાર્સે પણ થમ્‍સ અપનું પ્રમોશન કર્યું છે. આમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર, રણવીર સિંહ, મહેશ બાબુ અને વિજય દેવરકોંડાનો સમાવેશ થાય છે.

 ભારતની પ્રથમ સ્‍થાનિક પીણા બ્રાન્‍ડ, થમ્‍સ અપ, એ ૨૦૨૧ માં અબજ ડોલરના વેચાણ સાથે એક નોંધપાત્ર સીમાચિホ હાંસલ કર્યું. આ પીણા બ્રાન્‍ડનો બજાર હિસ્‍સો ૨૦% છે. કંપનીને આશા છે કે થમ્‍સ અપ સાથે અલ્લુ અર્જુનની ભાગીદારી બ્રાન્‍ડની લોકપ્રિયતામાં વધુ વધારો કરશે. કારણ કે, અલ્લુ અર્જુનના ચાહકો છે અને તેમની લોકપ્રિયતા ભારત સહિત એશિયામાં છે.

(4:49 PM IST)