તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Monday, 10th March 2025
ત્રીજું બાળક પેદા કરો, છોકરો થશે તો ગાય, છોકરી થશે રૂ.૫૦૦૦૦ આપીશ
TDP સાંસદની વિચિત્ર જાહેરાત ચર્ચાનો વિષય બની

હૈદ્રાબાદ,તા.૧૦: આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂની રાજ્યના લોકોને વધુ બાળકો પેદા કરવાની અપીલને સમર્થન આપતાં વિજયનગરમમાં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના સાંસદ કાલી સેટ્ટી અપ્પાલા નાયડૂએ ત્રીજા બાળકના જન્મ પર મહિલાઓને ગિફ્ટ આપવાની જાહેરાત કરી છે. કાલી સેટ્ટીની આ વિચિત્ર જાહેરાત ચર્ચાનો વિષય બની છે. તેમણે મહિલાઓને ત્રીજુ બાળક પેદા કરવા પર રૂપિયા અને ગાયની ભેટ આપવાનું વચન આપ્યું છે. આ ભેટ પોતાના પગારમાંથી જ આપશે.
વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા વસ્તી વળદ્ધિ માટે લેવાયેલા પગલાંઓને સમર્થન આપતાં સાંસદે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. સાંસદ કાલી સેટ્ટીએ જાહેરાત કરી છે કે, જો ત્રીજુ બાળક દિકરો થયો તો ગાય અને દિકરી થઈ તો રૂ. ૫૦,૦૦૦ રોકડ ભેટ આપવામાં આવશે. આ રકમ મારા પગારમાંથી જ અપાશે.
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર પ્રકાશમ જિલ્લાના મરકાપુરમાં આયોજિત એક કાર્યક્રમ પર જાહેરાત કરી હતી કે, તમામ મહિલા કર્મચારીઓને પ્રસૂતિ દરમિયાન મેટરનિટી લીવ આપવામાં આવશે. ભલે, તેના ગમે તેટલા બાળકો હોય. તમામ મહિલાઓને યથાસંભવ વધુને વધુ બાળકોને જન્મ આપવા પણ અપીલ છે. ઉલ્લેખનીય છે, અત્યારસુધી મહિલા કર્મચારીઓને માત્ર બે પ્રસૂતિ માટે છ મહિનાની મેટરનિટી લીવ મળતી હતી. પરંતુ હવે મુખ્યમંત્રીની જાહેરાતથી મહિલાઓને પોતાની દરેક પ્રસૂતિ દરમિયાન મેટરનિટી લીવ મળશે. માર્ચમાં દિલ્હી બેઠક દરમિયાન મુખ્યમંત્રી ચંદ્રબાબુએ દક્ષિણ ભારતમાં ઘટી રહેલી વસ્તીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર વિજયનગરમના રાજીવ સ્પોર્ટ્સ કમ્પાઉન્ડમાં આયોજિત એક બેઠકને સંબોધિત કરતાં વિજયનગરમના સાંસસદે જાહેરાત કરી હતી કે, જો કોઈ મહિલા ત્રીજા બાળકને જન્મ આપે છે, તો દિકરી થવા પર રૂ. ૫૦,૦૦૦ અને દિકરો થવા પર એક ગાય ભેટ સ્વરૂપે મળશે. આ જાહેરાત સોશિયલ મીડિયા પર પણ વાઈરલ થઈ છે. ઘણા યુઝર્સે ટીખળ કરી છે કે, બાળક સંભાળીશું કે ગાય. એક યુઝરે લખ્યું છે કે, બાળકનો સંપૂર્ણ ખર્ચો કોણ કરશે?(
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
