News of Monday, 10th March 2025
એવોર્ડ સમારોહમાં યજમાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓ ગેરહાજરઃ વિવાદ
ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું, ‘ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, પરંતુ ફાઇનલ પછી PCBનો કોઈ પ્રતિનિધિ નહોતો'

દુબઈ,તા.૧૦: રવિવારે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલના સમાપન સમારોહ દરમિયાન ICC દ્વારા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓને સ્ટેજ પર આમંત્રણ ન આપવામાં આવતા વિવાદ શરૂ થયો હતો. એક સૂત્રએ જણાવ્યું હતું કે PCBના ચીફ એક્ઝિકયુટિવ સુમેર અહેમદ ગ્રાઉન્ડ પર હાજર હતા પરંતુ તેમને સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તે ટુર્નામેન્ટ ડિરેક્ટર પણ છે
PCB ચેરમેન મોહસીન નકવી દુબઈ જઈ શકયા નહીં
સૂત્રએ જણાવ્યું હતું કે, પીસીબીના અધ્યક્ષ મોહસીન નકવી દુબઈ જઈ શકયા નહીં કારણ કે તેમને ગળહમંત્રી તરીકે થોડું કામ હતું, પરંતુ પીસીબીના સીઈઓને ફાઇનલ અને ઇનામ વિતરણમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા મોકલવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે કોઈ કારણોસર અથવા કોઈ ગેરસમજને કારણે, તેમને તે મંચ પર બોલાવવામાં આવ્યા ન હતા જ્યાંથી ICC પ્રમુખ જય શાહ, BCCI પ્રમુખ રોજર બિન્ની અને સચિવ દેવજીત સૈકિયાએ ખેલાડીઓને મેડલ, ટ્રોફી અને જેકેટ આપ્યા હતા. યજમાન પાકિસ્તાનનો કોઈ પ્રતિનિધિ સ્ટેજ પર નહોતો. PCB આ મુદ્દો ICC સમક્ષ ઉઠાવી શકે છે. સૂત્રએ જણાવ્યું હતું કે કદાચ સીઈઓ અંતિમ સમારોહના આયોજન માટે જવાબદાર ICC લોકો સાથે યોગ્ય રીતે વાતચીત કરી શકયા ન હતા અને તેથી જ તેમને બહાર રાખવામાં આવ્યા હતા. તેથી ચેમ્પિયન્સ ટ્રોફીના યજમાન તરીકે, પાકિસ્તાનનો પોડિયમ પર કોઈ પ્રતિનિધિ નહોતો.
ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું, ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, પરંતુ ફાઇનલ પછી PCBનો કોઈ પ્રતિનિધિ નહોતો. પાકિસ્તાન યજમાન હતું. મને સમજાયું નહીં કે PCB માંથી કોઈ ત્યાં કેમ નહોતું. ટ્રોફી આપવા માટે કોઈ કેમ ન આવ્યું, પ્રતિનિધિત્વ કરવા માટે કોઈ કેમ ન આવ્યું? આ ખરેખર મારી સમજની બહાર છે. આ કેવી રીતે શકય બની શકે? ફાઇનલ અને ઇનામ વિતરણમાં યજમાન દેશનું પ્રતિનિધિત્વ કયાં હતું? તમારે આ વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ. તે વિશ્વ મંચ હતું. PCB અહીં હોવું જોઈતું હતું, પણ દુઃખની વાત છે કે મેં કોઈને જોયું નહીં. મને આ વાતનું ખૂબ દુઃખ છે.
બીસીસીઆઈ પ્રમુખ બિન્નીએ ભારતીય ખેલાડીઓને સફેદ જેકેટ અને મેચ અધિકારીઓને મેડલ અર્પણ કર્યા, જ્યારે આઈસીસી પ્રમુખ શાહે રોહિત શર્માને ટ્રોફી સોંપી અને ભારતીય ખેલાડીઓને મેડલ અર્પણ કર્યા. ભારતે સુરક્ષાના કારણોસર પાકિસ્તાનમાં મેચ રમવાનો ઇનકાર કર્યો હતો. પીસીબીએ એક હાઇબ્રિડ મોડેલ માટે સંમતિ આપી હતી, જેનાથી ભારતને દુબઈમાં તેમની રમતો રમવાની મંજૂરી મળી હતી.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
