News of Monday, 10th March 2025
લગ્ન કર્યા બાદ વિદાય સમયે દુલ્હને ફેશિયલ કરાવ્યું, ચહેરો એવો થઈ ગયો કે વરરાજાએ લઈ જવાની ના પાડી દીધી
યુવતીએ પોતાના લગ્નમાં જૈતીપુરમાં આવેલા એક બ્યુટી પાર્લરમાં ૫૦૦ રૃપિયામાં ફેશિયલ કરાવ્યું હતું

નાલંદા તા.૧૦ઃ બિહારના નાલંદામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જયાં એક દુલ્હન પોતાના લગ્ન બાદ સાસરિયે જઈ શકી નહોતી. સાસરિયે નહીં જવાનું કારણ લગ્ન પહેલાં કરાવેલું ફેશિયલ હતું. ફેશિયલ કરાવ્યા બાદ દુલ્હનને સ્કિન બળી ગઈ અને ચહેરો લાલદ્યૂમ થઈ ગયો. આ કિસ્સો નાલંદાના ચંડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા એક ગામનો છે.
હકીકતમાં જોઈએ તો, યુવતીએ પોતાના લગ્નમાં જૈતીપુરમાં આવેલા એક બ્યુટી પાર્લરમાં ૫૦૦ રૃપિયામાં ફેશિયલ કરાવ્યું હતું. કહેવાયું છે કે આ ફ્રૂટ ફેશિયલ હશે, પણ પાર્લરવાળાએ ગોલ્ડ ફેશિયલ કરી દીધું. ફેશિયલના થોડા કલાકો બાદ જ યુવતીના ચહેરા પર બળતરા થવા લાગી અને ધીમે ધીમે હાલત ખરાબ થવા લાગી.
ગુરુવારની રાત્રે લગ્નની વિધિ પૂરી થઈ, પણ બળતરાના કારણે દુલ્હન હેરાન પરેશાન થઈ ગઈ. બીજા દિવસે શુક્રવારની સવાર થતાં તેની ચામડી લાલ થઈ ગઈ અને બળતરા વધવા લાગી. પરિવારે તાત્કાલિક દુલ્હનને લઈને સ્થાનિક ડોકટર પાસે સારવાર કરાવવા માટે લઈ ગયા. પણ સમસ્યા તો એવી ને એવી જ રહી. દુલ્હનની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે વિદાયનો સમય આવતા વરરાજાએ દુલ્હનને લઈ જવાની ના પાડી દીધી.
વરરાજાએ કહ્યું કે, હાલમાં તેની હાલત ઠીક નથી, તેથી તેને દ્યર લઈ જઈશ નહીં. તેનું કહેવું હતું કે, પહેલા સારી રીતે સારવાર કરાવી લે પછી દુલ્હનને સાસરિયે લઈ જઈશ. આ ઘટનાની દુઃખી થયેલી દુલ્હને પતિ સાથે જઈને બ્યુટી પાર્લર પર કેસ ઠોકી દીધો. તેણે પાર્લર પર લાપરવાહીનો આરોપ લગાવતા ફરિયાદ પણ નોંધાવી છે.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
