તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Monday, 10th March 2025
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ૪૬

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધી- ૪૬ઃ '' કાનોને દબાવીને અને ગુદાને સંકોચીને બંધ કરો અને ધ્વનિમાં પ્રવેશ કરો''
આપણે પોતાના શરીરથી પણ પરિચિત નથી. આપણે જાણતા નથી કે શરીર કેવી રીતે કામ કરે છે અને એનો ધર્મ શું છે, ઢંગ શું છે? પરંતુ જો તમે નિરિક્ષણ કરો તો અને સહેલાઇથી જાણી શકો છો.જો તમે પોતાના કામ બંધ કરી લો અને ગુદાને ઉપરની તરફ સંકોચો તો તમારા ભીતર બધું જ ઠહેરી જશે અને એવું લાગશે જણે કે આખો સંસાર અટકી ગયો છે. ઠહેરી ગયો છે. કામકાજ જ નહી જાણે કે સમય અટકી ગયો છે. જયારે તે ગુદાને ઉપર ખેંચીને સંકોચી નાખો છો તો શું થાય છે.? જો બંને બાજુ બંધ કરી દેવામાં આવે તો બંધ કાનોથી તમે પોતાના ભીતર એક ધ્વનિ સાંભળશો, પરંતુ જો ગુદાને ઉપર ખેંચીને સંકોચવામાં નહી આવે અને કાનોને બંધ કરવામાં આવે તો તમારા ભીતર ધ્વનિનો એક સ્તંભ નિર્મિત થશે અને તે ધ્વનિ મોૈનનો ધ્વનિ હશે. આ નકારાત્મક ધ્વનિ છે. જયારે બધા ધ્વનિ સમાત્પ થઇ જાય છે. ત્યારે તમને મોૈનનો ધ્વનિ કે નિર્ધ્વીનો અહેસાસ થાય છે. પરંતુ તે ધ્વનિ ગુદા માર્ગે બહાર નીકળી જશે.
ગુદાને બંધ કરવાથી, ઉપર ખેંચવાથી, સંકોચનથી શરીરમાં એવી સ્થિતિ બને છે કે જેમાં ધ્વનિ સાંભળી શકાય છે, અને પોતાના બંધ ઘેરામાં, મોૈનમાં, ધ્વનિમાં સ્તંભનો અનુભવ થશે. કાનોને બંધ કરો અને ગુદાને ઉપરની બાજુ સંકોચી લો અને પછી પોતાના ભીતર જે થઇ રહ્યુ છે તેની સાથે રહો, કાન અને ગુદાને બંધ કરવાથી જે ખાલી સ્થિતિ બની છે એની સાથે બસ રહો. ભીતર જે જીવન -ઉર્જા પ્રવાહિત થઇ રહી છે. એને બહાર જવાનો કોઇ રસ્તો ના રહ્યો. ધ્વનિ તમારા કાનોના માર્ગે કે ગુદાના માર્ગે બહાર જાય છે. અને બહાર જવાના બે રસ્તા છે એટલા માટે એમને બહાર ના જવુ હોય તો તમે એને સહેલાઇથી મહેસુસ કરી શકો છે.
અને આ આંતરિક ધ્વનિનો અનુભવ કરવાથી શું થશે? આ આંતરિક ધ્વનિને સાંભળવાથી જ તમારા વિચાર વિલીન થઇ જાય છે. દિવસના કોઇપણ સમયે આ પ્રયોગ કરો. ગુદાને ઉપર ખેંચો અને કાનોને આંગળી વડે બંધ કરી દો. ત્યારે તમને લાગશે કે તમારૃ મન અટકી ગયું છે. એણે કામ કરવું બંધ કરી દીધું છે અને વિચાર બંધ કરી દો ત્યારે મનમાં વિચારોનો જે સતત પ્રવાહ ચાલે છે. તે વિદાય થઇ જાય છે. આ શુભ છે.
જયારે પણ સમય મળે ત્યારે આનો પ્રયોગ કરતા રહો. જો દિવસમાં પાંચ-છ વખત આનો પ્રયોગ કરતા રહો તો તમને આ પ્રયોગમાં કુશળતા પ્રાપ્ત થશે અને ત્યારે એનાથી ઘણું શુભ ઘટશે.
તમે એકવાર એ આંતરિક ધ્વનિને સાંભળી લો તો તે હંમેશા તમારી સાથે રહેશે. ત્યારે તમે એને આખો દિવસ સાંભળી શકો છો ત્યારે બજારના શોરબકોરમાં પણ રસ્તાના શોર બકોરમાં પણ જો તમે એ ધ્વનિને સાંભળ્યો છે તે તમારી સાથે રહેશે અને પછી તમને કોઇપણ ઉપદ્રવ અશાંત કરશે નહી.
- રજનીશના પ્રણામ
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
