<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

શેરબજારમાંથી રૂ.૧૧૩,૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ઉપાડીને વિદેશી રોકાણકારો ઉડી ગયા

વિદેશી રોકાણકારો તેમના શેર વેચીને ભારતીય શેરબજારમાંથી બહાર નીકળી રહ્યા છેઃ આ વર્ષે વિદેશી રોકાણકારોએ ૧.૩૭ લાખ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે : વિદેશી રોકાણકારો ચીન તરફ વળી રહ્યા છે, ભારતીય બજારમાં રોકાણ ઘટી રહ્યું છેઃ આ વર્ષે ૧૫ અબજ ડોલરનો ઉપાડ, ૨૦૨૨નો રેકોર્ડ તૂટવાની શકયતા

નવી દિલ્‍હી,તા.૧૦: ભારતીય શેરબજાર હાલમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનામાં તેમાં ઘણો ઘટાડો થયો છે. વચ્‍ચેના થોડા દિવસો સિવાય, લગભગ દરરોજ ઘટાડો જોવા મળી રહ્યો છે. બજારમાં ઘટાડાનું સૌથી મોટું કારણ વિદેશી રોકાણકારો (FII) દ્વારા બજારમાંથી પૈસા પાછા ખેંચી લેવાનું છે. બ્‍લૂમબર્ગના અહેવાલ મુજબ, વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી ૧.૩ ટ્રિલિયન ડોલર (લગભગ ૧૧૩ લાખ કરોડ રૂપિયા) પાછા ખેંચી લીધા છે.

રિપોર્ટ અનુસાર, વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાંથી પૈસા ઉપાડી રહ્યા છે અને ચીન તરફ વળી રહ્યા છે. તેમના પૈસા પાછા ખેંચવાના કારણે, ભારતીય શેરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ જ કારણ છે કે વૈશ્વિક ફંડ મેનેજરો હજુ પણ ભારતીય શેરબજારમાં રોકાણ કરવામાં ખચકાટ અનુભવે છે.ભારતીય અર્થતંત્રમાં મંદી, કંપનીઓના નફામાં ઘટાડો અને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા સંભવિત ટેરિફના પડકારો હજુ પણ યથાવત છે. એશિયન બજારોમાં રોકાણ કરતા વેપારીઓ હવે સસ્‍તા ચીની શેરો તરફ આકર્ષાઈ રહ્યા છે. ચીની શેરબજારમાં તેજી કળત્રિમ બુદ્ધિમત્તાના વિકાસને કારણે છે.

પહેલા એવું માનવામાં આવતું હતું કે રોકાણકારો ચીનથી ભારતમાં આવશે, પરંતુ હવે તેનાથી વિપરીત થઈ રહ્યું છે. ભારતીય અર્થતંત્રનો વિકાસ દર હવે કોવિડ પહેલાની ધીમી ગતિએ પાછો ફર્યો છે. આનું એક મુખ્‍ય કારણ લોકોના ખર્ચમાં ઘટાડો છે.

આ વર્ષે અત્‍યાર સુધીમાં, વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી લગભગ ૧૫ અબજ ડોલર (લગભગ ૧.૩૭ લાખ કરોડ રૂપિયા) પાછા ખેંચી લીધા છે. વર્ષ ૨૦૨૨ માં, ૧૭ અબજ ડોલર પાછા ખેંચવામાં આવ્‍યા હતા, જે તે સમય માટે એક રેકોર્ડ છે. જો વિદેશી રોકાણકારો આ રીતે ભારતીય શેરબજારમાંથી પૈસા ઉપાડતા રહેશે તો વર્ષ ૨૦૨૨નો આ રેકોર્ડ તૂટી શકે છે. આ વેચવાલીથી ભારતીય શેરબજારના મૂલ્‍યમાં ઼૧.૩ ટ્રિલિયન (લગભગ રૂ. ૧૧૩ લાખ કરોડ)નો ઘટાડો થયો છે.

માર્ચમાં પણ વિદેશી રોકાણકારોનું ઉપાડ ચાલુ રહ્યું. ૭ માર્ચ સુધીમાં ૨૪,૭૫૩ કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્‍યા છે. આ વર્ષે અત્‍યાર સુધીમાં કુલ ૧.૩૭ લાખ કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્‍યા છે. બજાર નિષ્‍ણાતોના મતે, છેલ્લા કેટલાક દિવસોમાં વેચવાલીનો દર થોડો ધીમો પડ્‍યો છે.(૪૦.૮)

(9:56 AM IST)