News of Saturday, 8th March 2025
લલિત મોદીએ લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનમાં પોતાનો ભારતીય પાસપોર્ટ જમા કરાવવા માટે અરજી કરી
કરોડો રૂપિયાની ઉચાપત કરવાના આરોપમાં લલિત મોદી ભારતીય કાયદા અમલીકરણ એજન્સીઓની વોન્ટેડ યાદીમાં છે

મુંબઈ : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ભૂતપૂર્વ પ્રમુખ અને IPLના સ્થાપક લલિત મોદીએ લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનમાં પોતાનો ભારતીય પાસપોર્ટ જમા કરાવવા માટે અરજી કરી છે. શુક્રવારે વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી. લલિત મોદીએ વાનુઆતુની નાગરિકતા મેળવી લીધી છે. તેમના કાનૂની સલાહકાર મહેબૂબ આબાદીએ આ સમાચારની પુષ્ટિ કરી છે.
મહેબૂબ આબાદીએ જણાવ્યું હતું કે, લલિત મોદીએ નિર્ધારિત પ્રક્રિયા મુજબ ભારતીય પાસપોર્ટ હકારાત્મક રીતે સરેન્ડર કરવા માટે તમામ જરૂરી પગલાં લીધાં છે. નોંધનિય છે કે, IPLના ટોચના અધિકારી તરીકેના કાર્યકાળ દરમિયાન કરોડો રૂપિયાની ઉચાપત કરવાના આરોપમાં લલિત મોદી ભારતીય કાયદા અમલીકરણ એજન્સીઓની વોન્ટેડ યાદીમાં છે.
(9:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
