News of Saturday, 8th March 2025
મુરાદાબાદમાંથી હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકી પકડાયો: પીઓકેમાં લીધી હતી તાલીમ : 18 વર્ષથી ફરાર હતો
જમ્મુ-કાશ્મીરના પુંછનો રહેવાસી ઉલ્ફત હુસૈન દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ: 2002માં ધરપકડ થયા બાદ તે 2008માં જામીન પર જેલમાંથી બહાર આવ્યો હતો.

મુરાદાબાદ પોલીસ અને એટીએસ યુપીની સંયુક્ત ટીમે હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીની ધરપકડ કરી છે. જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાનો રહેવાસી ઉલ્ફત હુસૈન દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે. તેના પર 25 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું અને તે 18 વર્ષથી ફરાર હતો. 2002માં ધરપકડ કર્યા બાદ 2008માં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો, ત્યારબાદ તે કોર્ટમાં હાજર રહ્યો ન હતો. એટીએસ યુનિટ અને મુરાદાબાદ પોલીસે જમ્મુ-કાશ્મીર પૂંચમાંથી તેની ધરપકડ કરી છે.
મુરાદાબાદ કટઘર પોલીસ અને એટીએસ યુપીની સંયુક્ત કાર્યવાહી બાદ 18 વર્ષથી ફરાર હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીની મુરાદાબાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાનો રહેવાસી ઉલ્ફત હુસૈન દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે. 2002માં ધરપકડ થયા બાદ તે 2008માં જામીન પર જેલમાંથી બહાર આવ્યો હતો. ત્યારથી તે કોર્ટમાં હાજર રહ્યો ન હતો. ATS યુનિટ અને મુરાદાબાદ પોલીસે 7 માર્ચ 2025ના રોજ તેની ધરપકડ કરી હતી.
હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી ઉલ્ફત હુસૈન ઉર્ફે મોહમ્મદ સૈફુલ પર 25,000 રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. આતંકવાદી ઉલ્ફત હુસૈન ઉર્ફે મોહમ્મદ સૈફુલે 1999-2000માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદી તાલીમ લીધી હતી. ત્યારપછી તે મુરાદાબાદ આવીને કોઈ મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે ઉલ્ફત હુસૈન હિઝબુલ મુજાહિદ્દીનનો સક્રિય સભ્ય હતો. મુરાદાબાદના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ-14એ 2015 અને 2025માં કાયમી વોરંટ જારી કર્યા હતા.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
