News of Saturday, 8th March 2025
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નીતા અંબાણીએ ફિટનેસ જર્ની શેર કરી મહિલાઓને પ્રેરણા આપી :જુઓ વિડિઓ
તમામ ઉંમરની મહિલાઓને સ્વાસ્થ્ય અને ફિટનેસને પ્રાથમિકતા આપવા અપીલ કરી

Unstoppable at 61!
— Mumbai Indians (@mipaltan) March 8, 2025
This International Women’s Day, Mrs. Nita Ambani shares her inspiring fitness journey and invites women of all ages to prioritize their health and wellbeing. With her dedicated workout routine, she shows us that age is just a number.
Join the… pic.twitter.com/dyQG2TFyjf
મુંબઈ : રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા મુકેશ અંબાણીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર પોતાની ફિટનેસનું રહસ્ય શેર કર્યું છે. તેમણે તમામ ઉંમરની મહિલાઓને સ્વાસ્થ્ય અને ફિટનેસને પ્રાથમિકતા આપવા અપીલ કરી હતી. આ સાથે જ તેમણે તેમના ઉત્તમ વર્કઆઉટ રૂટીન દ્વારા સાબિત કર્યું કે ઉંમર માત્ર એક સંખ્યા છે. મહિલા દિવસના અવસર પર તેમણે તેમના જીમમાં વર્કઆઉટ કરતી વખતે એક વીડિયો શેર કર્યો, જેમાં નીતા અંબાણી 60 કિલો વજન સાથે લેગ ડે વર્કઆઉટ કરતી જોઈ શકાય છે.
નીતા અંબાણીએ કહ્યું કે, હું છ વર્ષની ઉંમરથી ભરતનાટ્યમ કરી રહી છું અને મને તેમાં વર્કઆઉટ્સ એડ કરવું ગમે છે. લેગ્સ, અપર બોડી સહિત દરરોજ એક નવા ભાગ પર ફોકસ રહે છે. હું અઠવાડિયામાં 5 થી 6 દિવસ વર્કઆઉટ કરું છું. મોબિલિટી, ફ્લેક્સિબિલિટી, યોગ અને કોર સ્ટ્રેન્થ એક્સરસાઇઝ કરવી જોઈએ. મોબિલિટી અને ફ્લેક્સિબિલિટી બંને શરીરની હિલચાલ સાથે સંબંધિત છે, પરંતુ તે અલગ અલગ ખ્યાલો છે. મોબિલિટીએ સક્રિયરુપે સાંધાઓને સંપૂર્ણ રીતે યોગ્ય રાખવાની ક્ષમતાને પ્રદાન કરે છે, જ્યારે ફ્લેક્સિબિલિટી સ્નાયુઓ અને જોડાયેલી પેશીઓની નિષ્ક્રિય રીતે ખેંચવાની ક્ષમતા છે.
વ્યાયામ અંગે નીતા અંબાણીએ કહ્યું હતું કે મહિલાઓ હંમેશા પોતાની જાતને સૌથી છેલ્લે રાખે છે. આપણી જરૂરિયાતો બીજે પડેલી હોય છે, અને ધીમે ધીમે તેને સમજ્યા વિના આપણે આપણા શરીરને સાંભળવાનું બંધ કરીએ છીએ. 50 અને 60ના દાયકામાં આરોગ્ય અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ મહત્વપૂર્ણ બની જાય છે. 30 વર્ષની ઉંમર પછી સ્ત્રીઓના સ્નાયુ સમૂહ દર દાયકામાં 3 થી 8% સુધી ઘટવા લાગે છે, અને ઉંમર વધવાની સાથે આ ઝડપથી ઘટે છે. સમયની સાથે આપણા શરીરમાં અનેક પ્રકારના ફેરફારો થાય છે. આપણા શરીરની શક્તિ ધીરે ધીરે ઓછી થવા લાગે છે. આપણું મેટાબોલિઝમ અને સ્ટેમિના સમય સાથે ઘટવા લાગે છે. તેથી મહિલાઓ માટે પોતાની જાતની કાળજી લેવી વધુ જરૂરી બની જાય છે. આપણે પૌષ્ટિક આહાર ચાર્ટની સાથે વર્કઆઉટ પર ખાસ ધ્યાન આપવું જોઈએ.
નીતા અંબાણીએ કહ્યું કે નિયમિત કસરત વજન ઘટાડે છે અને સ્વસ્થ વજન જાળવી રાખવામાં મદદ કરે છે. હૃદયરોગ, ટાઈપ 2 ડાયાબિટીસ અને કેન્સર જેવી ઘણી બીમારીઓનું જોખમ ઓછું થાય છે. હૃદય રોગ, સ્ટ્રોક અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઓછું રહે છે. હૃદયના સ્નાયુઓ મજબૂત બને છે અને રક્ત પરિભ્રમણ સુધરે છે. સ્નાયુઓ અને હાડકાં મજબૂત થાય છે. એનર્જી લેવલ વધે છે. સહનશક્તિ વધે છે. વ્યાયામ માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે. ચિંતા ઓછી થાય છે અને મન વ્યસ્ત રહે છે. આત્મવિશ્વાસ વધે છે. ઊંઘ સુધરે છે. દિવસભર સક્રિય અને ખુશ રહેવામાં મદદ કરે છે
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
