<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

કન્‍નડ ફિલ્‍મ અભિનેત્રી રાન્‍યા રાવનું કોઇ ઇન્‍ટરનેશનલ ગોલ્‍ડ સ્‍મગલિંગ સાથે કનેકશન છે કે નહિ ? તપાસ ચાલુ

મુંબઇ અને બેંગ્‍લુરૂ એરપોર્ટ પર સીબીઆઇની ટીમો તૈનાતઃ રાન્‍યા રાવ ૧ વર્ષમાં ૩૦ વખત દુબઇ ગઇ હતી અને દરેક વખતે સોનુ છુપાવીને ભારત લાવી હતી

નવી દિલ્‍હીઃ કન્નડ ફિલ્મ અભિનેત્રી રાન્યા રાવની ધરપકડ બાદ સીબીઆઈએ આંતરરાષ્ટ્રીય સોનાની સ્મગલિંગને લઈને એક મોટા નેટવર્કની તપાસ શરૂ કરી દીધી છે. રાન્યા રાવનું કોઈ ઈન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગ સાથે કોઈ ક્નેક્શન છે કે નહિ તે પણ તપાસ થઈ રહી છે.

સૂત્રો અનુસાર મુંબઈ અને બેંગલુરુ એરપોર્ટ પર સીબીઆઈની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે જેથી કરીને આ તસ્કરી નેટવર્કની તપાસ થઈ શકે. આ મામલે ઘરેલુ એજન્ટો અને ઈન્ટરનેશનલ તસ્કરો વચ્ચે કોઈ ક્નેક્શન છે કે નહિ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે કારણ કે આ નેટવર્ક મોર્ડન તકનીક સાથે ગોલ્ડ સ્મગલિંગની કામગીરી કરી રહી છે.

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે રાન્યા રાવ છેલ્લા 1 વર્ષમાં 30 વાર દુબઈ ગઈ હતી. દરેક વખતે તે મોટા પ્રમાણમાં સોનું છુપાવીને ભારત લાવી હતી. તેના ઘરમાંથી 2.06 કરોડના સોનાના ઘરેણા અને 2.67 કરોડ રુપિયા મળ્યા હતા.

રાન્યા રાવ એ કર્ણાટક સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ડીજીપી રામચંદ્ર રાવની સાવકી દીકરી છે. તપાસ એજન્સીઓ આ મામલે રાન્યા રાવના પિતા કે અન્ય કોઈ પરિવારના સભ્યનું કોઈ ક્નેકશન છે કે નહિ તેના પર પણ નજર રાખી રહી છે.

(3:38 PM IST)