<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

હિરાસર એરપોર્ટ પર અમીતભાઇ શાહ આવી પહોંચતા સાંસદ- ધારાસભ્‍યો- મેયર તથા કલેકટર દ્વારા ખાસ અભિવાદન

 

રાજકોટઃ કેન્‍દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ રાજકોટ ઇન્‍ટરનેશલ એરપોર્ટ આતે આજે ટ્રાન્‍ઝીટ વિઝીટ માટે આવી પહોંચ્‍યા. ત્‍યારે તેમને રાજકોટ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ ખાતે મહાનુભાવોએ આવકાર્યા હતા, સાંસદશ્રી રામભાઇ મોકરીયા, ધારાસભ્‍યો સર્વશ્રી ઉદય કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, મેયરશ્રી નયનાબેન પેઢડીયા, રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષી, શહેર ભાજપ પ્રમુખશ્રી માધવ દવે તથા અન્‍યોએ સ્‍વાગત કરી શુભેચ્‍છા પાઠવી હતી, શ્રી અમિતભાઇ શાહ માત્ર ૧૦ મીનીટનું ટુંકુ રોકાણ કરી હેલીકોપ્‍ટર મારફત વેરાવળ- સોમનાથ જવા રવાના થયા હતા., તેઓ ત્‍યાં તથા કોડીનાર ખાતે કાર્યક્રમમાં હાજરી આપ્‍યા બાદ સાંજે ફરી રાજકોટ હિરાસર એરપોર્ટ પર આવી પહોંચશે, કલેકટરતંત્ર, પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક પોલીસ- કમાન્‍ડો બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે.

(3:25 PM IST)