<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

વિમલનાથ સ્‍વામિ જૈન દેરાસરમાં આરસના શ્રી આબુ તીર્થ અને શ્રી ચંપાપુરી તી+ર્થ પટ્ટનું નિર્માણઃ કાલે કાયમી અર્પણ કરાશે

 

રાજકોટ, તા. ૮: કાલે રવિવારે તા. ૯ નાં રોજ સવારે ૯ કલાકે પરમ પૂજ્‍ય શ્રી જયશેખરસૂરીશ્વરજી મ. સા. આદિ ઠાણાની નીશ્રમાં શ્રી કાલાવડ રોડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્‍છ સંઘ સંચાલિત  વિમલનાથ સ્‍વામી જૈન દેરાસરમાં અંબાજી મારબલમાંથી બનાવેલ  ૯૬' ૩૩' ૨.૫' ના ભવ્‍ય શ્રી આબુજી તીર્થ અને શ્રી ચંપાપુરી તીર્થના પટ્ટને કાયમી દર્શન માટે શ્રી સંઘને અર્પણ કરવામાં આવશે.

સાથે સાથે પટ્ટદર્શન-વંદન-ધૂપ-દિપ અને વાસક્ષેપ પૂજા રાખેલ છે. આ ભવ્‍યપટ્ટની રચના વઢવાણના નિશાંતભાઈ સોમપુરા દ્વારા કરવામાં આવેલ છે. પટ્ટઅર્પણ અને પ્રભાવનાનાં લાભાર્થી ધીરજલાલ હરખચંદ શાહ(સોલાણી)ના આત્‍મશ્રેયાર્થે હઃહંસાબેન શાહ, ડો. ધર્મેશભાઈ શાહ, ડો. પાયલબેન શાહ, કુ. શિતિકા અને ચિ. દિવીતઃ શ્રી ધીરજલાલ હરખચંદ શાહ (સોલાણી)ના આત્‍મશ્રેયાર્થે હઃહંસાબેન શાહ, ડો. ધર્મેશભાઈ શાહ, આશાબેન કે. સંઘવી, અભિલાષાબેન બી. સુતરીયા, શિલ્‍પાબેન આર. મહેતા છે.

સમગ્ર સેવાકાર્યને સફળ બનાવવા માટે કન્‍વીનર વિપુલભાઈ દોશી (મો. ૯૨૨૮૭ ૬૫૬૮૮) ના માર્ગદર્શન હેઠળ હરેશભાઈ બાખડા, જસ્‍મીનભાઇ દોશી,  હર્ષવદનભાઈ શાહ, હિતેનભાઈ મહેતા, કપિલભાઈ જસાણી, ફિરોજભાઈ મહેતા, અનિલભાઈ જસાણી,  દર્શિતભાઈ મહેતા, અશ્વિનભાઈ શાહ, ભુપેન્‍દ્રભાઈ દોશી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(2:55 PM IST)