<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

ભાગેડુ લલિત મોદીને દેશમાં પાછા લાવવાનું વધુ મુશ્કેલ બન્યું : વનુઆતુ નાગરિકતા મેળવી: વિદેશ મંત્રાલયે આપી પ્રતિક્રિયા

વનુઆતુ ઓસ્ટ્રેલિયાના પૂર્વમાં સ્થિત એક ટાપુ દેશ છે. અહીં માત્ર 1.30 લાખ ડોલરનું રોકાણ કરીને નાગરિકતા મેળવી શકાય

નવી દિલ્હી :પૂર્વ ઉદ્યોગપતિ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના સ્થાપક લલિત મોદીએ વનુઆતુ નાગરિકતા મેળવી છે. આનો અર્થ એ થયો કે લલિત મોદીને દેશમાં પાછા લાવવાનું વધુ મુશ્કેલ બની ગયું છે. આ અંગે વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા પણ સામે આવી છે. 

 

15 વર્ષ પહેલાં ભારતીય તપાસ એજન્સીઓને મૂર્ખ બનાવીને વિદેશ ભાગી ગયેલા લલિત મોદીએ ભારતીય નાગરિકતાનો ત્યાગ કરવા માટે ભારત સરકારને અરજી મોકલી છે એટલું જ નહીં, પરંતુ પ્રશાંત મહાસાગરમાં સ્થિત એક નાના ટાપુ દેશ વનુઆતુનું નાગરિકત્વ પણ લઈ લીધું છે. શુક્રવારે ભારતીય વિદેશ મંત્રાલયે આ સ્વીકાર્યું. 

 

ભારતમાં આર્થિક ગુનાઓ કરીને વિદેશ ભાગી ગયેલા વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને નીરવ મોદી જેવા અન્ય ઉદ્યોગપતિઓને પાછા લાવવાના પ્રયાસોનું પણ અત્યાર સુધી કોઈ પરિણામ આવ્યું નથી. હવે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, વનુઆતુ ઓસ્ટ્રેલિયાના પૂર્વમાં સ્થિત એક ટાપુ દેશ છે. અહીં માત્ર 1.30 લાખ ડોલરનું રોકાણ કરીને નાગરિકતા મેળવી શકાય છે. જો પતિ-પત્ની બંને નાગરિકતા લે છે તો સંયુક્ત રોકાણની રકમ પર મોટી છૂટ મળે છે.

(12:08 PM IST)