તા. ૯ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૪ શુક્રવાર
News of Saturday, 8th March 2025
ઓછા વ્યાજ દરે લોનઃ કોઈ ગેરંટીની જરૂર નથી
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મહિલાઓને મોટી ભેટ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વસંધ્યાએ SBI દ્વારા ‘‘આસ્મિતા'' નામથી તેને રજૂ કરવામાં આવી

નવી દિલ્હી તા.૮: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ મહિલા ઉદ્યોગસાહસિકોને એક મોટી ભેટ આપી છે. SBI એ આવી મહિલાઓ માટે ઓછા વ્યાજ દર સાથે અસુરક્ષિત લોન ઓફર કરી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વસંધ્યાએ SBI દ્વારા ‘‘આસ્મિતા''નામથી તેને રજૂ કરવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ્ય મહિલાઓને ઓછા વ્યાજ દરના ભંડોળના વિકલ્પો પૂરા પાડવાનો છે.
બેંકના ચેરમેને શું કહ્યું?
SBIના ચેરમેન સી.એસ. શેટ્ટીએ જણાવ્યું હતું કે નવી ઓફર મહિલાઓના નેતળત્વ હેઠળના સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને ઝડપી અને સરળ ધિરાણ મેળવવામાં મદદ કરશે. બેંકના મેનેજિંગ ડિરેક્ટર વિનય ટોંસેએ નવી ઓફરને ટેકનોલોજીકલ નવીનતા અને સામાજિક સમાનતાનું પ્રતીક ગણાવ્યું. જાહેર ક્ષેત્રની બેંકે ‘‘નારી શક્તિઁ'' પ્લેટિનમ ડેબિટ કાર્ડ પણ રજૂ કર્યું જે RuPay દ્વારા સંચાલિત છે, જે ખાસ કરીને મહિલાઓ માટે રચાયેલ છે.
બેંક ઓફ બરોડાની જાહેરાત
બીજી તરફ, બેંક ઓફ બરોડાએ શુક્રવારે ભારતીય મૂળની મહિલાઓ માટે BOB ગ્લોબલ વુમન NRE & NRO સેવિંગ્સ એકાઉન્ટઁ રજૂ કર્યું. આમાં, ગ્રાહકોને લોકર ભાડામાં ડિસ્કાઉન્ટ ઉપરાંત ડિપોઝિટ પર વધુ વ્યાજ, ઓછી પ્રોસેસિંગ ફી સાથે હોમ લોન અને ઓટો લોન જેવી સુવિધાઓ આપવામાં આવશે.
બેંક ઓફ બરોડાના એક્ઝિકયુટિવ ડિરેક્ટર બીના વાહીદે જણાવ્યું હતું કે, BOB ગ્લોબલ વુમન NRE અને NRO સેવિંગ્સ એકાઉન્ટ આજની વૈશ્વિક ભારતીય મહિલાઓની બદલાતી ગતિશીલતાને ઓળખે છે. તે મહિલાઓને પ્રીમિયમ બેંકિંગ વિશેષાધિકારો અને વિચારપૂર્વક ડિઝાઇન કરેલી સુવિધાઓ પ્રદાન કરીને સશક્ત બનાવવા માટે રચાયેલ છે.
બેંકે જણાવ્યું હતું કે, સુધારેલા ગ્બ્ગ્ પ્રીમિયમ NRE અને NRO બચત ખાતામાં ઘણી સુવિધાઓ છે, જેમાં વિસ્તળત વ્યવહાર મર્યાદા સાથે કસ્ટમાઇઝ્ડ ડેબિટ કાર્ડ, મફત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય લાઉન્જ ઍક્સેસ, મફત સલામત થાપણ લોકર અને મફત વ્યક્તિગત અને હવાઈ અકસ્માત વીમા કવરેજનો સમાવેશ થાય છે.(૩૮.૨)
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
